fbpx

ISGJ દ્વારા 12મા વાર્ષિક દીક્ષાંત સમારોહના આયોજન સાથે શૈક્ષણિક શ્રેષ્ઠતાની ઉજવણી

Spread the love

સુરત, ગુજરાત : ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી (ISGJ) દ્વારા 19મી ઓક્ટોબર, 2024ના રોજ તેમના 12માં વાર્ષિક દીક્ષાંત સમારોહની સુરતની એમોર હોટેલ ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 200થી વધુ વિદ્યાર્થીઓને વિવિધ પ્રોગ્રામમાં તેમની શૈક્ષણિક પ્રતિભા માટે પ્રમાણપત્રો સાથે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

સુરત જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ સલીમ દાગીનાવાલા મુખ્ય અતિથિ તરીકે તથા લેક્સસ-ટેક્નોમિસ્ટ ગ્રુપના સહ-સ્થાપક અને ડિરેક્ટર ઉત્પલ મિસ્ત્રી અને સુરત ડાયમંડ બૂર્સના સીઈઓ મહેશ ગઢવી સહિતના પ્રતિષ્ઠિત મહેમાનો આ સમારોહમાં સન્માનિત અતિથિ તરીકે જોડાયા હતા. મુખ્ય અતિથિઓએ દિક્ષાંત સમારોહ માટે અભિનંદન આપતા કહ્યું કે, આ જેમ્સ એન્ડ જ્વેલરીમાં અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ અને જેમ્સ એન્ડ જ્વેલરીમાં માસ્ટર પ્રોગ્રામની સાથે જ્વેલરી ડિઝાઇન અને ટેકનોલોજીમાં જ્વેલરી બિઝનેસ મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ જેવા કેટલાક પ્રતિષ્ઠિત કાર્યક્રમોની સફળતાપૂર્વક પૂર્ણતાનું પરિણામ છે. આ પ્રમાણપત્ર દર્શાવે છે કે, વિદ્યાર્થીઓને રત્નો અને આભૂષણોના સંદર્ભમાં સખત મહેનત અને પૂરા સમર્પણ સાથે કામ કર્યું છે. મુખ્ય મહેમાન અને સન્માનિત મહેમાનો દ્વારા આપવામાં આવેલા પ્રેરક સંબોધનો સાથે ISGJના અધ્યક્ષ અને CEO કલ્પેશ દેસાઈ દ્વારા પણ પ્રેરણાદાયી વક્તવ્યો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ ઉત્સાહથી ભરેલા શબ્દોએ સ્નાતકોનો આત્મવિશ્વાસ વધાર્યો હતો અને તેમને વ્યાવસાયિક કાર્ય માટે પ્રેરિત કર્યા હતા.

કલ્પેશ દેસાઈએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, અમને અમારા વિદ્યાર્થીઓ પર ખૂબ જ ગર્વ છે, જેમણે ઉત્કૃષ્ટ સમર્પણ અને શ્રેષ્ઠતા દર્શાવી છે. આ કોન્વોકેશન તેમની સિદ્ધિઓની ઉજવણી છે અને અમને વિશ્વાસ છે કે, તેઓ જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગમાં નોંધપાત્ર યોગદાન આપતા રહેશે. ISGJના સ્નાતકો માટે 12મો વાર્ષિક દીક્ષાંત સમારોહ એક મહાન દિવસ હતો, જે ગર્વ, પ્રેરણા અને તેમના માટે નવી તકોની શરૂઆત કરવા સમાન હતો. સંસ્થા ટોચની પ્રતિભાના સંવર્ધન અને જેમ્સ અને જ્વેલરી માટે પ્રગતિની ખાતરી આપે છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!