ભારત અને દુનિયાભરમાં જાણીતા અબજોપતિ પંકજ ઓસવાલ અને રાધિકા ઓસવાલની દીકરી વસુંધરાની યુગાન્ડામાં 1 ઓક્ટોબર 2024ના દિવસે ધરપકડ કરવામાં આવી છે. ઓસવાલ પરિવાર દીકરીને છોડાવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે.
યુગાન્ડા મીડિયાના અહેવાલો મુજબ એક શેફના અપહરણ અને હત્યાના કેસ સંબંધમાં વસુંધરાની ધરપકડ થઇ હશે તો કેટલાંક અહેવાલોમાં કહેવાયું છે કે વસુંધરાએ ક્રિપ્ટોકરન્સીની એક સ્કીમમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. જો કે ઓસવાલ પરિવારનું કહેવું છે કે હાઇપ્રોફાઇલ ફેમિલી હોવાને કારણે કંપનીના એક કર્મચારીએ વસુંધરા સામે ખોટો કેસ કર્યો છે. પંકજ ઓસવાલે યુનાઇટેડ નેશનને પત્ર લખીને વિનંતી કરી છે કે તેમની દીકરીને કોઇ પણ પુરાવા વગર ફસાવાવમાં આવી છે.
વસુંધરા ઓસવાલ ભારત,ઓસ્ટ્રેલિયા અને સ્વીટઝરલેન્ડમાં ઉછરી છે અને 26 વર્ષની છે. તેણીએ ફાયનાન્સમાં ગ્રેજુયએશન કર્યું છે, પરંતુ એ પહેલાં જ તેણે આફ્રિકામાં સૌથી મોટી અત્યાધુનિક ઇથેનોલ પ્રોડકશન કંપની ઉભી કરી દીધી હતી.