પ્રાંતિજ ખાતે બાઇક-કાર સાથે અથડાવી ગાળો-બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પોલીસ થઈ
– પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ચાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
– કાર નો આગળનો કાચ તોડી ગાળો-બોલી ગળદાપાટુ નો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે બાઇક-કાર સાથે અથડાઈ ગાળો-બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમા ચાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
પ્રાંતિજ ખાતે રહેતા આશાબેન તથા તેમનો દિકરો તથા દિકરી વગેરે સાથે તેવોની કાર નંબર-GJ09BK 2957 લઈને જતા હતા તે દરમ્યાન પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ ગોપીનાથ કોમ્પલેક્ષ ચાઇના ટાઉન નાસ્તા હાઉસ ની દુકાન આગળ દિપક રાજુભાઇ ભોઇ પોતાની બાઇક લઇને આવી સામેથી ટકરાઇ જઇ કાર ચાલક દેવે બાઇક ચાલક ને બાઇક જોઇને ચલાવવાનુ કહેતા દિપક રાજુભાઇ ભોઇ એકદમ ઉશ્કેરાઈ જઈ જાહેરમા ગાળો બોલી તથા બીપીન કુમાર રાજુભાઇ ભોઇ હોકી લઈ આવી આશાબેન ના પુત્ર દેવને મારમારી તેમજ તેઓની કાર નો મુખ્ય કાચ તોડી નાંખી નુકસાન કરી તથા આશાબેન ને ગડદાપાટુ નો માર મારી પુષ્પબેન રાજુભાઇ ભોઇ તથા પાયલબેન દિપકભાઇ ભોઇ ઉપરાડુ લઈ આવી બિભસ્ત ગાળો-બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી જિલ્લા કલેક્ટર સાહેબ ના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરી એકબીજા ની મદદતગીરી કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા આશાબેન સંજય કુમાર પટેલ રહે શુભ રેસીડેન્સી હાઇવે ત્રણ રસ્તા તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા દ્રારા પોલીસ ફરીયાદ કરતા પ્રાંતિજ પોલીસે દિપક રાજુભાઇ ભોઇ , બીપીન કુમાર રાજુભાઇ ભોઇ , પુષ્પાબેન રાજુભાઇ ભોઇ , પાયલબેન દિપકભાઇ ભોઇ તમામે-તમામ રહે.મોટામાઢ પ્રાંતિજ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા વિરૂધ્ધ આઇપીસીકલમ ૧૧૫ (૨), ૨૯૬ (બી), ૩૫૧(૩), ૩૨૪ (૨), ૫૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનોનોધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ રાજેશ કુમાર દલજીભાઇ દ્રારા હાથ ધરવામા આવી છે
જીલ રાવલ પ્રાંતિજ