McDonald’sનો બર્ગર ખાધા બાદ E.coli સંક્રમણના કારણે અમેરિકામાં એક વ્યક્તિનું મોત થઇ ગયું અને 10 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. જો કે, સંક્રમણના સ્ત્રોતની અત્યાર સુધી જાણકારી મળી શકી નથી, પરંતુ ફાસ્ટ ફૂડ કંપનીએ ઘણા અમેરિકન રાજ્યોમાં ચોથાઇ પાઉન્ડ પેટીઝ અને કાપેલી ડુંગળી પીરસવાનું બંધ કરી દીધું છે. મુખ્ય રૂપે બંને સમગ્રીઓનો ઉપયોગ બર્ગરમાં કરવામાં આવે છે. તો બર્ગર ખાવાથી E.coli બેક્ટેરિયાનું સંક્રમણ ફેલાવાના આરોપ બાદ McDonald’sએ કહ્યું કે, તેમના રેસ્ટોરાં પૂરી રીતે સેફ છે.
McDonald’sના બર્ગર ખાવાથી E.coli બેક્ટેરિયાનું સંક્રમણ ફેલાયાનો આરોપ લાગ્યા બાદ કંપનીએ બુધવારે ગ્રાહકોને આશ્વસ્ત કરતા કહ્યું કે, તેમના રેસ્ટોરાં સુરક્ષિત છે. બીજી તરફ અમેરિકન સંઘીય તપાસકર્તા, એ વાતની પુષ્ટિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે McDonald’sનો ક્વાર્ટર પાઉન્ડર હેમબર્ગ ખાવાથી E.coli બેક્ટેરિયાનું સંક્રમણ ફેલાયું છે.
E.coli સંક્રમણ શું છે?
E.coli સંક્રમણના સૌથી સામાન્ય લક્ષણોમાં 102 ડિગ્રી ફોરેનહિટથી વધુ તાવ, સતત ઝાડા, લોહીના ઝાડા અને ઊલટી સામેલ છે. તેમાં સૌથી મોટી પરેશાની હિડાઇડ્રેશન છે. કેટલાક કેસોમાં લોકોને કિડનીમાં પણ પરેશાની આવી શકે છે. E.coli એક બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, જેના માટે એન્ટીબાયોટિક્સ નિર્ધારિત છે. ડૉક્ટર એ વાત પર ભાર આપે છે કે પરામર્શ વિના દવાઓ ન લેવી જોઇએ. અમેરિકાના રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર (CDC)એ મંગળવારે જણાવ્યું હતું કે, McDonald’sના બર્ગર ખાવાથી E.coli બેક્ટેરિયાનું સંક્રમણ ફેલાય ગયું છે, જેનાથી 10 રાજ્યોમાં ઓછામાં ઓછા 49 લોકો બીમાર પડી ગયા છે અને તેમાંથી એક વ્યક્તિનું મોત થઇ ગયું છે.
અમેરિકન ખાદ્ય અને ઔષધિ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં ખબર પડી છે કે ‘ક્વાર્ટર પાઉન્ડર હેમબર્ગર’માં ડુંગળીના કારણે E.coli બેક્ટેરિયાનું સંક્રમણ ફેલાવાની શંકા છે. McDonald’sએ કહ્યું કે, તેઓ ફ્રેશ ડુંગળી ઉપલબ્ધ કરાવવા માટે નવા પુરવઠાકારોની તપાસ કરી રહ્યા છે. આ દરમિયાન E.coli બેક્ટેરિયાથી પ્રભાવિત રાજ્યો સાથે સાથે અન્ય રાજ્યોના કેટલાક હિસ્સામાં સ્થિત McDonald’sમાંથી ક્વાટર પાઉન્ડર હેમબર્ગર’ને હટાવી દીધો છે.
McDonald’sએ કહ્યું કે, ગયા અઠવાડિયે જ્યારે તેને E.coli બેક્ટેરિયાનું સંક્રમણ ફેલાવા બાબતે જાણકારી મળી છે, ત્યારથી જ તેઓ સંઘીય ખાદ્ય સુરક્ષા નિયામકો સાથે મળીને કામ કરી રહ્યા છે. અમેરિકામાં 14,000થી વધુ McDonald’s રેસ્ટોરાં છે અને એ પ્રભાવિત ક્ષેત્રમાં દર 2 અઠવાડિયે 10 લાખ ક્વાર્ટર પાઉન્ડર હેમબર્ગર પીરસે છે. કંપનીએ બુધવારે કહ્યું કે, પુરવઠાકાર નિયમિત રૂપે પોતાની ડુંગળીમાં E.coliની તપાસ કરે છે. મંગળવારે મોડી રાત્રે CDCએ E.coli સંક્રમણ ફેલાવા બાબતે જાણકારી આપી હતી.
તેણે જણાવ્યું હતું કે કોલોરાડો, આયોવા, કંસાસ, મિસોરી, મોંટાના, નેબ્રાસ્કા, ઓરેગોન, ઉટાહ અને વિસ્કોન્સિનમાં 27 સપ્ટેમ્બર અને 11 ઓક્ટોબર વચ્ચે સંક્રમણના કેસ નોંધાયા છે. E.coli બેક્ટેરિયા પશુઓના આતરડામાં ઉદ્ભવે છે અને પર્યાવરણમાં જોવા મળે છે. આ સંક્રમણના કારણે તાવ, પેટમાં દુઃખાવો અને લોહીના ઝાડા આવી શકે છે. આ પ્રકોપ સંયુક્ત રાજ્ય અમેરિકાના 10 રાજ્યો સુધી જ સીમિત છે.