જરા વિચારી જુઓ કે તમે ઘરે પૂછો કે આજે રાતે ભોજનમાં શું છે? અને તમને જવાબ મળે કે ક્રેડીટ કાર્ડ બર્ગર કે PVC પાઈપ છે તો તમને કેવું લાગશે? તમને પહેલા તો એ જવાબ સાંભળીને જ હસવું આવી જશે, બરોબર ને! પરંતુ એ સાચી વાત છે કે આપણે એક અઠવાડિયામાં એક ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ જેટલું પ્લાસ્ટિક ખાય રહ્યા છીએ. તમને લાગી રહ્યું હશે કે અમે આવી વાત કેમ કરી રહ્યા છીએ અને તેનો આધાર શું છે? તો જાણી લો કે વર્ષ 2019મા WWF ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં એ સામે આવ્યું છે.
સ્ટડીમાં એ તારણ નીકળ્યું છે કે જે વસ્તુને આપણે ખાવાની વસ્તુમાં ઉપયોગ કરી રહ્યા છીએ, તેમાં મુખ્ય રૂપે સંક્રમિત પીવાનું પાણી અને શેલફિશ જેવા ભોજનના માધ્યમથી, આપણાં આખા પાચનતંત્રમાં પ્લાસ્ટિક જઈ રહ્યું છે. એટલું જ નહીં આપણી અંદર એક વર્ષમાં ફાયરમેનના હેલમેટ જેટલી માત્રામાં પ્લાસ્ટિક લાગેલું હોય છે. એ તમને વધારે નહીં લાગે, પરંતુ તેને જોડવામાં આવે તો એક દશકમાં આપણે 2.5 કિલોગ્રામ પ્લાસ્ટિક (5.5 પાઉન્ડ) ખાય શકીએ છીએ, જે પ્લાસ્ટિક પાઈપના બે મોટા આકારના ટુકડા બરાબર હોય છે.
જો આપણે આપણાં આખા જીવનકાળમાં જોઈએ તો, લગભગ 20 કિલોગ્રામ (44 પાઉન્ડ) માઈક્રોપ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. છેલ્લા 50 વર્ષમાં ઉત્પાદકોના વ્યાપક ઉપયોગ સાથે પ્લાસ્ટિક ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ છે.
જેમકે પ્લાસ્ટિક બાયોડિગ્રેડેબલ નહીં, પરંતુ માત્ર નાના ટુકડામાં તૂટી જાય છે, અને એ આખરે દરેક જગ્યાએ, અવ્યવસ્થિત સમુદ્ર તટ પર અને સમુદ્રી વન્ય જીવો સાથે સાથે ખેતરોમાં જઈને મળી જાય છે.
દક્ષિણ ઇંગ્લૅન્ડમાં સાઉથેમ્પટન યુનિવર્સિટીના પર્યાવરણ વિજ્ઞાનના પ્રોફેસર, મેલ્કમ હડસને વન્યજીવ સંરક્ષિત તટરેખા પર મણકા જેવા પ્લાસ્ટિકના કણોને દેખાડ્યા, જે દરેક જગ્યાએ પ્લાસ્ટિક પહોંચવાની નિશાની છે. હડસનનું કહેવું છે કે આ માઈક્રોપ્લાસ્ટિક પર ઘણાં સંશોધન કરવામાં આવ્યા, પરંતુ પર્યાવરણમાં નેનોપ્લાસ્ટિક નામના નાના કણોની માત્રા પણ વધી રહી છે. જેની જાણકારી મેળવવી જ વધારે કઠિન છે. એ આપણી લોહી કે લાસિકા પ્રણાલીમાં જઈ રહ્યા છે અને આપણાં અંગોને બીમાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ‘પ્લાસ્ટિકના કણ થોડા સમયના બોમ્બ છે જે વન્યજીવો અને લોકો દ્વારા અવશેષિત કરવામાં આવી રહ્યા છે અને પછી તેના સંભવિત રૂપે હાનિકારક પરિણામ પણ દેખાશે.