સુરત. આધુનિક જીવનશૈલીના કારણે આજકાલ મોટાભાગના લોકો ગેસ, કબજિયાત અને એસિડિટીનો શિકાર બને છે. કોઈપણ દવાઓ લીધા વિના અને કોઈપણ આડઅસર વિના આવી સમસ્યાઓથી છુટકારો મેળવવો શક્ય છે અને આ સારવાર કોલોન હાઈડ્રોથેરાપી છે. હવે શહેરના વેસુ વિસ્તારમાં કોલન હાઇડ્રોથેરાપી સેન્ટર પણ ઉપલબ્ધ છે. વેસુ કેનાલ રોડ પર ઈકો કોમર્સ ખાતે રવિવારે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે દાસત્વ હીલિંગ લીવ કોલોન હાઈડ્રોથેરાપી સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
દાસત્વ હીલિંગ લીવ સેન્ટરના કિશોર સરવૈયાએ જણાવ્યું હતું કે કોલોન હાઇડ્રોથેરાપી એક એવી થેરાપી છે જેની કોઈ આડઅસર નથી અને તે દસ વર્ષથી વધુ ઉંમરના બાળકો તેમજ વૃદ્ધો દ્વારા કરી શકાય છે. આ થેરાપી દ્વારા મિનરલ વોટર થકી શરીરમાં ફસાયેલા કચરાને દૂર કરવામાં આવે છે, જેના કારણે વ્યક્તિને ગેસ, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત મળે છે. આ થેરાપી વિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે અને સુરતમાં પણ છેલ્લા છ વર્ષથી ઘણા લોકો તેનો લાભ લઈ રહ્યા છે. સુરતમાં દાસત્વ હીલિંગ લીવનું આ ત્રીજું સેન્ટર છે. અડાજણ અને રાંદેર વિસ્તારમાં બે સેન્ટર કાર્યરત છે અને હવે સુરતની જનતાની સેવા માટે વેસુમાં આ ત્રીજું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.