fbpx

મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણીને લઇને AAP સાંસદ સંજય સિંહની મોટી જાહેરાત

Spread the love

આમ આદમી પાર્ટી (AAP)ના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે મોટી જાહેરાત કરી છે. તેમની આ જાહેરાત મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને લઇને છે. તેમણે કહ્યું હતું કે, AAP મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી નહીં લડે. સાથે જ તેમણે કહ્યું કે, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગઠબંધન સહયોગી INDIA બ્લોક માટે પ્રચાર કરશે. તેમણે આ નિર્ણયો પાછળ પાર્ટીની પૂરી રણનીતિ બાબતે પણ જણાવ્યું હતું.

AAPના સાંસદ સંજય સિંહે જણાવ્યું હતું કે, પાર્ટી ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી કેમ લડી રહી નથી. સંજય સિંહે કહ્યું કે, દેશનું લોકતંત્ર, બાબા સાહેબના સંવિધાન, દેશને નફરત અને ગુંડાગર્દીની રાજનીતિથી AAPની પ્રાથમિકતા બચાવવાની છે. તેમના માટે ભાજપને આ રાજ્યોમાં હરાવવી જરૂરી છે. સંજય સિંહે કહ્યું કે, ‘મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ INDIA ગઠબંધન માટે પ્રચાર કરશે. AAP દિલ્હીમાં પ્રચંડ બહુમતથી જીતશે.

સાથે જ સંજય સિંહે હરિયાણામાં ચૂંટણી હરાવવાને લઇને કોંગ્રેસને લઇને મોટી સલાહ આપી છે. તેમણે કહ્યું કે, હરિયાણા ચૂંટણી પર ચર્ચા કરવાનો કોઇ વિષય નથી. અમે અંતિમ સમય સુધી ઇચ્છતા હતા કે સમજૂતી થાય અને 4 સીટો સુધી વાત થઇ ગઇ હતી અને પછી કોંગ્રેસે ફોન ઉઠાવવાનો બંધ કરી દીધો. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે થશે, જ્યારે બધી 288 સીટો માટે મતગણતરી 23 નવેમ્બરે થશે. 2019ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે 105, અવિભાજિત શિવસેનાએ 56 અને કોંગ્રેસે 44 સીટો જીતી હતી. 2014માં ભાજપે 122 સીટો, શિવસેનાએ 63 અને કોંગ્રેસે 42 સીટો જીતી હતી.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg
error: Content is protected !!