fbpx

શાસ્ત્રી-મૌલાના બાખડ્યા, રઝા કહે- દિવાળી પ્રકાશનો તહેવાર, ફટાકડાનો નહીં…

Spread the love

બરેલીના મૌલાના તૌકીર રઝાએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા ફટાકડા પર આપેલા નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી છે. મૌલાનાએ કહ્યું કે, દિવાળી એ રોશનીનો તહેવાર છે, વિસ્ફોટ અને ફટાકડાઓનો તહેવાર નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈની ખુશી વ્યક્ત કરતી વખતે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોય તો તે ખુશીની અભિવ્યક્તિને ખરેખર ખુશી ન કહેવાય.

તૌકીર રઝાએ એમ પણ કહ્યું કે, ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ ન હોવો જોઈએ પરંતુ એક મર્યાદા નક્કી કરવી જોઈએ. જો કોઈની ખુશીમાં જાન-માલનું નુકસાન થતું હોય તો, તેની સામે કડક કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે. છેવટે, પર્યાવરણને નુકસાન ન થાય તેનું પણ ધ્યાન રાખવું પડશે. તેમણે કહ્યું કે, મુસ્લિમ સમુદાયના લોકો શબ-એ-બારાત દરમિયાન ફટાકડાનો ઉપયોગ કરતા હતા, પરંતુ અમારા ઉલેમાઓએ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.

હકીકતમાં, ગઈકાલે બાગેશ્વર ધામના વડા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધનો સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે જ્યારે બકરી ઈદ દરમિયાન બકરાની બલિ પર પ્રતિબંધ નથી, તો પછી ફટાકડા પર પ્રતિબંધ શા માટે? તેમણે કહ્યું હતું કે શું પર્યાવરણ સંતુલન માટે માત્ર સનાતની જ જવાબદાર છે? આ પક્ષપાત બંધ થવો જોઈએ. ખ્રિસ્તી નવા વર્ષે પણ ફટાકડા તો ફોડવામાં આવે જ છે.

મીડિયા સાથે વાત કરતા મૌલાના તૌકીર રઝાએ કહ્યું કે, પહેલા મુસ્લિમ તહેવારો પર પણ ફટાકડા ફોડવામાં આવતા હતા. મુસ્લિમ સમાજના લોકો શબ-એ-બરાત દરમિયાન ફટાકડા ફોડતા હતા, પરંતુ દેશના હિતને ધ્યાનમાં રાખીને અમારા ઉલેમાઓએ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો અને આજે શબ-એ-બરાતના દિવસે ફટાકડા નહીં પરંતુ દીવા પ્રગટાવાય છે.

તૌકીરે તમામ ધર્મગુરુઓ પાસેથી તેમના સમાજને જાગૃત કરવાની માંગ કરી છે. લોકોને ફટાકડા ફોડવા વિશે સમજાવો. જો ફટાકડા ફોડવાના હોય તો તેની મર્યાદા નક્કી કરો. કારણ કે ફટાકડામાં દર વર્ષે અબજો રૂપિયાનો વ્યય થાય છે અને પ્રદુષણના રૂપમાં દેશની જનતાને તેનો ભોગ બનવું પડે છે. કોર્ટની ગાઈડલાઈન હોવા છતાં દેશમાં ફટાકડા ફોડવા એ ખોટું છે.

error: Content is protected !!