અમેરિકામાં રહેનારી 21 વર્ષની મોડલ ક્લેયર બ્રિઝેસને કોવિડના ઈલાજ દરમિયાન પોતાના બંને પગ ગુમાવવા પડ્યા છે. તેણે બંને વેક્સીન લીધી હોવા છત્તા તેને કોરાના થઈ ગયો. થોડા દિવસો પહેલા જ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તે આશરે 2 મહિના સુધી કોરોનાના કારણે હોસ્પિટલમાં એડમિટ હતી. કઠીન પરિસ્થિતિમાંથી બહાર નીકળી અને પોતે જીવીત હોવાથી બ્રિજેસ ઘણી ખુશ છે.
ડેલી મેલના કહેવા પ્રમાણે, મોડલ અને પર્વતારોહી ક્લેયક બ્રિજેસ ફ્લોરિડામાં રહે છે. તેણે કોરોનાની વેક્સીનના બંને ડોઝ લઈ લીધા હતા. પરંતુ જાન્યુઆરીની શરૂઆતમાં તે કોવિડ પોઝિટીવ મળી આવી હતી. કોરોના થયા પછીથી જ હ્રદય રોગથી પીડિત બ્રિજેસની હાલત ઘણી ખરાબ થવા લાગી હતી. 1તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. જેમાં તેની તપાસ કરવામાં આવતા ખબર પડી કે બ્રિજેસને કોવિડની સાથે માયોકાર્ડિટિસ, સાયનોટિક, એસિડોસિસ, રબડોમાયોલિસિસ અને નિમોનિયા થયો છે.
કોરોનાથી સંક્રમિત થયા પછી ક્લેયર બ્રિજેસને લીવર ડેમેજ, કિડની ફેલ, Rhabdomyolysis જેવી મુશ્કેલીઓમાંથી પણ પસાર થવું પડ્યું હતું. પ્રતિબંધિત લોહીના પ્રવાહથી તેના પગને ઘણું નુકસાન પહોંચી રહ્યું હતું. જેના લીધે ડૉક્ટરોએ બ્રિજેસના બંને પગ કાપવાનો નિર્ણય લેવો પડ્યો હતો. રિપોર્ટ પ્રમાણે, બ્રિજેસનો જન્મ મહાધમની વાલ્વ સ્ટેનોસિસની સાથે થયો હતો. નવ વર્ષની ઉંમરમાં તેની ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. તે જન્મથી જ તમામ શારિરીક મુશ્કેલીઓનો સામનો કરતી આવી છે. પરંતુ કોવિડે તેની લાઈફ બદલી નાખી છે.
આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવા છત્તાં તેણે લાઈફથી હાર માની નથી. આટલી બધી કપરી પરિસ્થિતિનો સામનો કરવા છત્તાં તે હજુ પણ પોતાની લાઈફની મજા માણી રહેલી જોવા મળી છે. તેણે હાલમાં થોડા દિવસો પહેલા જ તેના 21મા જન્મદિવસની ઉજવણી કરી છે. બ્રિજેસના પિતાએ કહ્યું છે કે તે જીવીત બચી ગઈ, તેના માટે તે ઘણી ખુશ છે. વ્હીલચેરમાં બેઠેલી બ્રિજેસનો હસતા ઘણા ફોટા સામે આવ્યા છે.