fbpx

રાજસ્થાનના એવા 3 ગામ કે જ્યાં યુવતીઓના લગ્ન પર આપવો પડે છે દંડ, જાણો કારણ

Spread the love

રાજસ્થાનના બુંદી જિલ્લાના 3 ગામડામાં પંચ પટેલોનું તુઘલકી ફરમાન ચાલી રહ્યું છે. ત્યાંના ગામોમાં પંચ પટેલોએ કંજર સમાજની યુવતીઓના લગ્ન પર બંધન લગાવી રાખ્યું છે. જેને પગલે ત્યાંની યુવતીઓ ખોટું કામ કરવા માટે મજબુર બની છે. રાજસ્થાનના આ ત્રણ ગામોમાં પંચ પટેલો દ્વારા છોકરીઓના લગ્ન કરવા નથી કરવા દેવામાં આવતા. તેમજ આ પંચ પટેલો દ્વારા ત્યાંની છોકરીઓને શારીરિક સંબંધો બાંધવા માટે મજબુર કરવામાં આવે છે. આ સાથે જ આ ગામડાંની યુવતીઓના જો લગ્ન કરાવવા હોય તો યુવતિના પરિવાર દ્વારા પંચ પટેલોને 1 લાખ રૂપિયાનો દંડ આપવા માટે મજબુર કરવામાં આવે છે. એટલે કે આ ત્રણ ગામની યુવતીઓએ લગ્ન કરવા માટે 1 લાખ રૂપિયાનો દંડ ચૂકવવો પડે છે.

આ પંચ પટેલોની મનમાનીને પગલે ત્યાંની છોકરીઓ થોડાં રૂપિયા માટે દેહવ્યાપાર કરે છે. આવી યુવતીઓને દેહવ્યાપારના ધંધામાથી બહાર કાઢવા માટે કલેક્ટર રેણુ જયપાલે ઓપરેશન અસ્મિતા શરૂ કર્યું છે. જેને પગલે હવે કંજર સમાજની યુવતીઓ પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા લાગી છે. પંચ પટેલો પર પણ સકંજો કસવામાં આવી રહ્યો છે.

પંચ પટેલ અને આ કુરીતિઓને દૂર કરવા માટે બુંદી જિલ્લાના કલેક્ટર રેણુ જયપાલ દ્વારા ઓપરેશન અસ્મિતા શરૂ કરવામાં આવ્યું છે. જેને પગલે હમણાં સુધી શારીરિક સબંધો માટે મજબુર થતી યુવતીઓ પોતાના પ્રેમી સાથે લગ્ન કરીને પોતાના નવા જીવનની શરૂઆત કરી રહી છે. બુંદી કલેક્ટરે આ યુવતીઓ માટે ઓપરેશન અસ્મિતા ચલાવીને તેમને લગ્નમાં બાંધવાની શરૂઆત કરી દીધી છે. બૂંદીના 3 ગામો ડબલાંના શંકરપુરા, બુન્દીની નજીક આવેલું ગામ રામનગર અને ઇન્દ્રગઢ મોહનપુરામાં કંજર સમાજના લોકો રહે છે.

અહીં થોડા રૂપિયા માટે યુવતીઓ પોતાનું શરીર વેચવા માટે મજબુર છે, કેમકે પંચ પટેલોની સામે તેઓના પરિવાર અને તેમની એક પણ નથી ચાલતી. અહીંયાની છોકરીઓને બાળપણથી જ દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવે છે. આ ધંધામાં આ યુવતીઓ માટે બંધનો પણ ઘણા લગાવવામાં આવે છે. જો કોઈ લગ્ન કરવા માગે તો પંચ પટેલ સૂચન આપે છે કે પહેલા 1 લાખ રૂપિયાનો દંડ ભરો, ત્યારપછી જ લગ્ન કરી શકે છે. આ બંધનને કારણે અહીંની યુવતીઓ લગ્ન પણ નથી કરી શકતી.

સમુહ લગ્નની તૈયારી કરી રહ્યું છે તંત્ર

હવે ઓપરેશન અસ્મિતાને પગલે આ યુવતીઓના લગ્ન અને ઘર ગ્રહસ્તી શરૂ કરવાનો રસ્તો ખુબ જ સરળ થઇ ગયો છે. બૂંદીમાં હમણાં સુધીમાં 3થી 4 લગ્નો કંજરની યુવતીઓના તેમના પ્રેમી સાથે જિલ્લા તંત્રની સામે જ કરાવવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરે કહ્યું કે, આ અભિયાનથી ધીમે-ધીમે કુરીતિઓને દૂર કરવા માટે લગ્ન પર વધુમાં વધુ ધ્યાન આપવામાં આવશે. આ સિવાય સમૂહ લગ્નની પણ તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. એક-એક લગ્ન તો થવા લાગ્યા છે. પરંતુ સમૂહ લગ્નમાં એક સાથે અનેક યુવતીઓના લગ્ન થવાથી ઘણી યુવતીઓને આ કુરીતિમાંથી બહાર કાઢવામાં આવશે. સાથે જ પંચ પટેલો પર પણ સકંજો કસવામાં આવશે.

error: Content is protected !!