રશિયન સોશિયલ મીડિયા સ્ટાર અનાસ્તાસિયા રેડઝિંસ્કાયા માત્ર 7 વર્ષની ઉંમરમાં ઈન્ટરનેટ સ્ટાર બની ગઈ છે. અનાસ્તાસિયા સોશિયલ મીડિયાના કારણે દર મહિને એક કરોડ રૂપિયાથી વધારે કમાણી કરી રહી છે. કે 140 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિની માલિક બની ગઈ છે. માત્ર 7 વર્ષની ઉંમરમાં અનાસ્તાસિયા યુટ્યૂબની સૌથી મોટા ક્રિએટર્સમાંની એક બની ગઈ છે. કેટલાંક રિપોર્ટ્સ પ્રમાણે, ગયા વર્ષે તેણે આશરે 200 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અનાસ્તાસિયાને આ ચોંકાવનારી સફળતા પાછળ તેના માતા-પિતાનું સૌથી મોટું યોગદાન છે.
ડેલી સ્ટારના રિપોર્ટ પ્રમાણે, અનાસ્તાસિયા રેડઝિંસ્કાયા પોતાના લક્ઝરી ફેમિલી હોલિડેના આધાર પર કન્ટેન્ટ બનાવે છે. જેને તે યુટ્યૂબ અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરતી રહે છે. તેમનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ બાળકો પર કેન્દ્રિત પૌષ્ટિક સામગ્રી અને આકર્ષક હોલિડે અને મોંઘી પ્રાઈવેટ જેટ યાત્રાઓના ફોટાનું એક મિક્સ મિશ્રણ છે. કરોડોની સંખ્યામાં ફોલોઅર્સ તેના કન્ટેન્ટને પસંદ કરે છે. જેનાથી અનાસ્તાસિયાને મોટી કમાણી થાય છે.
અસલમાં 2014માં જન્મયા પછી તરત અનાસ્તાસિયામાં સેરેબ્રલ પાલ્સી નામની ન્યૂરોલોજીકલ ડિસઓર્ડરની ખબર પડી હતી. જેના કારણે તેના માતા પિતા એન્ના અને સર્ગેઈએ પોતાની નોકરી છોડી દીધી અને પુત્રી માટે એક યુટ્યૂબ ચેનલ લાઈક નાસત્યા શરૂ કરી હતી. તેમનો મુખ્ય હેતુ ચેનલને અનાસ્તાસિયા માટે એક એજ્યુકેશનલ પ્રોજેક્ટના રૂપમાં શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોની અંદર તેનાથી તેઓ પૈસા કમાવવા લાગ્યા હતા. અહીંથી અનાસ્તાસિયાના માતા પિતાનું મન બદલાયું અને તેઓ અલગ અલગ રીતના કન્ટેન્ટ ક્રિએટ કરવા લાગ્યા. ગયા વર્ષે અગાસ્તાસિયા યુટ્યૂબથી સૌથી વધુ પૈસા કમાનારા કન્ટેન્ટ ક્રિએટર્સના ટોપ 10 લિસ્ટમાં નંબર 6 પર પહોંચી હતી.
4 વર્ષ પહેલા અપલોડ કરવામાં આવેલો વીડિયોને 90 કરોડથી વધારે વ્યુઝ મળી ચૂક્યા છે. જ્યારે લાઈક નાસત્યા યુટ્યૂબ અકાઉન્ટ પર છોકરીના 86 મિલિયન સબસ્ક્રાઈબર્સ થઈ ચૂક્યા છે. ચેનલને અત્યાર સુધીમાં 6900 કરોડથી વ્યુઝ મળી ચૂક્યા છે. આપણે ત્યાં પણ એવા ઘણા લોકો છે જે સોશિયલ મીડિયા અને યુટ્યૂબ દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરતા થઈ ગયા છે. તેમાં મુખ્ય કારણ છે તેમનું કન્ટેન્ટ. જો તમારું કન્ટેન્ટ બધા કરતા અલગ હશે તો લોકો તેને પસંદ કરશે જ.