fbpx

મહિલાનો હાથ આવો કેમ? ડૉક્ટરોએ હાથને પેટના એક ભાગ સાથે સાંધી દીધો…

Spread the love

એક મહિલાનો હાથ શાર્ક માછલીના મોં જેવો થઈ ગયો છે. તેણે પોતાના હાથનો ફોટો શેર કર્યો છે અને કહ્યું છે- મને આ વાતનો અંદાજો નહીં હતો કે મારો હાથ એર શાર્કના માથા જેવો દેખાવા લાગશે. અસલમાં આ મહિલાને એક જીવલેણ બીમારીએ જકડી લીધી છે. આ 34 વર્ષની મહિલાનું નામ સેન્ડી કેમ્પો છે. તે પોતાના બે બાળકો સાથે રહે છે. એક દિવસ અચાનક તેને કિડનીમાં સખત દુખાવો ઉપડ્યો હતો.

જેના પછી તે હોસ્પિટલ ચેકઅપ કરાવવા પહોંચી હતી. જ્યાં તેને પેઈન કિલર આપીને ઘરે પાછી મોકલી દેવામાં આવી હતી. પરતું પછીના દિવસે તેને ફરીથી દુખાવો ઉપડતા તે હોસ્પિટલ આવી હતી. જેના પછી તે બેહોશીની હાલતમાં બે અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહી હતી. ડૉક્ટરની માનીએ તો સેન્ડીને આ દુખાવો કિડની સ્ટોનના કારણે થઈ રહ્યો હતો. જેના લીધે તેને ઈન્ફેક્શન થઈ ગયું હતું. જેના પછી આ ઈન્ફેક્શને સેપ્સિસનું રૂપ ધારણ કરી લીધું હતું. જણાવી દઈએ કે સેપ્સિસ એક જીવલેણ કન્ડીશન છે, જ્યાં બોડી પોતાના જ ટિશુ અને ઓર્ગન પર અટેક કરવા લાગે છે. તેના કારણે સેન્ડીની આંગળીઓ કાપીને અલગ કરવી પડી હતી.

પછીથી ડૉક્ટરોએ તેના હાથને પેટના એક ભાગ સાથે સાંધી દીધો હતો. જેનાથી તેના હાથમાં લોહી પહોંચતું રહે. જ્યારે સેન્ડીના હાથને પેટમાંથી બહાર કાઢવામાં આવ્યો તો તે એકદમ અલગ દેખાઈ રહ્યો હતો. બ્રિટનના પીટરબરોની રહેનારી સેન્ડીએ આ અંગે એક વીડિયો બનાવ્યો છે. જેમાં તેણે કહ્યું છે કે તેનો હાથ એક શાર્ક માછલીના મોં જેવો દેખાવા લાગ્યો છે. જ્યારે મેં મારા હાથને પહેલી વખત જોયો અને અંગૂઠાને હલાવવાની કોશિશ કરી તો હું હેરાન રહી ગઈ હતી.

આ શાર્કની જેમ લાગી રહ્યો હતો. તેણે વિચાર્યું ન હતું કે તેનો આ વીડિયો વાયરલ થઈ જશે. સેન્ડીના આ વીડિયોને 60 મિલિયન કરતા વધારે વ્યુઝ મળી ચૂક્યા છે. આ વીડિયોને 2.1 મિલિયન લોકોએ પસંદ કર્યો છે. તેણે કહ્યું હતું કે સેપ્સિસના કારણે મેં ઘણું બધું ગુમાવ્યું છે. મારો હાથ, મારો સંબંધ, સ્વતંત્રતા. આથી હું ઈચ્છું છું કે આવી બીમારી કોઈને ન થાય.હું આ અંગે લોકોમાં જાગૃતતા લાવવા ઈચ્છું છું. વર્ષના આશરે 11 મિલિયન લોકોના મોત આ બીમારીના કારણે થાય છે અને તેમાં પણ મોટાભાગના બાળકો હોય છે.  

Leave a Reply

error: Content is protected !!