fbpx

આ 13 વર્ષીય છોકરીએ કરી કમાલ! આ ખાસ એપ બનાવી મેળવ્યું 50 લાખનું ફંડ

Spread the love

13 વર્ષીય અનુષ્કા જોલીને તેની એપ માટે 50 લાખ રૂપિયાનું ફંડિંગ આપવામાં આવ્યું છે. રિયાલિટી શો શાર્ક ટેન્ક ઈન્ડિયા પર તેને આ ફંડિંગ આપવામાં આવ્યું છે. અનુષ્કા જોલીએ એન્ટી બુલિંગ એપ કવચનો આઈડિયા જજોની સામે રજૂ કર્યો હતો. કવચ એપનો આઈડિયા ખૂબ જ સિંપલ છે. તેના દ્વારા દેશના બાળકો અને સ્કૂલો સુધી પહોંચીને તેમને એન્ટી બુલિંગ વિશે માહિતગાર કરવાનો ઈરાદો છે. તેમા વેબિનાર અને વન ઓન વન ટોક દ્વારા બુલિંગ વિરુદ્ધ જાગૃત કરવામાં આવશે.

કવચ એપ દ્વારા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ બુલિંગની ઘટના અંગે રિપોર્ટ કરી શકે છે. તેઓ પોતાની ઓળખ છુપાવીને પણ આવુ કરી શકે છે. તેના દ્વારા સ્કૂલ અને કાઉન્સિલરને આવી ઘટનાઓમાં દખલ આપીને એક્શન લેવાની તક આપવામાં આવશે. સૌથી રસપ્રદ વાત એ છે કે, આ પહેલીવાર નથી જ્યારે અનુષ્કા જોલી બુલિંગ વિરુદ્ધ કંઈક કરી રહી છે. શાર્ક ટેન્ક ઈન્ડિયા પર તેણે પોતાની જર્ની વિશે જણાવતા કહ્યું હતું કે, આ પહેલીવાર ત્યારે થયુ જ્યારે તેના મિત્રોએ તેની મજાક ઉડાવી હતી.

ત્યારબાદ તેણે એન્ટી બુલિંગ સ્ક્વોર્ડ (ABS) બનાવી. તેના દ્વારા એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ, સોશિયલ ઓર્ગેનાઈઝેશન અને એક્સપર્ટ્સને મદદ મળી. તેણે અત્યારસુધીમાં 100 કરતા વધુ સ્કૂલ અને કોલેજના 2000 કરતા વધુ બાળકોની મદદ કરી છે. 13 વર્ષીય અનુષ્કા જોલી એન્ટી બુલિંગ સ્ક્વોર્ડ ડિજિટલ પ્લેટફોર્મને છેલ્લાં ત્રણ વર્ષોથી ચલાવી રહી છે. ન્યૂઝ એજન્સી PTIના એક રિપોર્ટ અનુસાર, અનુષ્કા જોલીએ જણાવ્યું કે, આવી ઘટનાઓની ફરિયાદ નથી કરવામાં આવતી જેને કારણે તેનું સમાધાન નથી મળતું.

આ કારણે તેને એન્ટી બુલિંગ એપ કવચ (KAVACH) બનાવવાનો આઈડિયા આવ્યો. આ આઈડિયા શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજોને ખૂબ જ પસંદ આવ્યો અને તેમણે 50 લાખ રૂપિયા આ એપમાં ઈન્વેસ્ટ કરવા માટે ચેક પણ આપ્યો. આ એપમાં ઈન્વેસ્ટ કરીને તેને વધુમાં વધુ બાળકો અને વિદ્યાર્થીઓ સુધી ફેલાવવામાં આવશે. શાર્ક ટેન્ક ઈન્ડિયાની પહેલી સિઝન હાલમાં જ પૂર્ણ થઈ છે. તેમા 50000 એપ્લિકેશન્સ આવી હતી, જેમાંથી 198 કેન્ડિડેટને સિલેક્ટ કરીને તેમના પર એક સીરિઝ બનાવવામાં આવી હતી. આ શોમાં દેશના જાણીતા આંત્રપ્રિન્યોર્સ જજ બનીને આવ્યા હતા અને તેમણે લોકોને પોતાના બિઝનેસમાં આગળ વધવા માટે મેન્ટોરની ભૂમિકા નિભાવી હતી.

Leave a Reply

error: Content is protected !!