fbpx

દીકરીની વિદાય પહેલા વેવાઈને સાડી પહેરાવીને નચાવવાનો અનોખો રિવાજ

Spread the love

ભારતીય સંસ્કૃતિમાં લગ્નમાં વિવિધ પ્રકારના રીત-રિવાજ હોય છે. અત્યારસુધી તમે લગ્નમાં વિવિધ પ્રકારના રીત-રિવાજ સાંભળ્યા હશે અને જોયા પણ હશે, પણ તમે ક્યારેય વિવાહમાં વેવાઈને સાડી પહેરાવીને શૃંગારમાં ડાંસ કરતા નહીં જોયા હશે. દિકરીની માતા વિદાઈ પહેલા વરરાજાના પિતાને સાડી પહેરાવે છે, વરરાજાના પિતાની સાથે જ તેમના ભાઈઓને પણ સાડી પહેરવી પડે છે. આ સમયે મહિલાઓ અપશબ્દો બોલીને ગીતો પણ ગાય છે. આ અનોખી પરંપરા છે પાલ સમાજની.

મધ્યપ્રદેશના રાજગઢથી ઉત્તરપ્રદેશ ગયેલી એક જાનમાં. વધુપક્ષની મહિલાઓએ વેવાઈઓને મહિલાઓના કપડાઓ પહેરાવ્યા અને ક્રીમ, પાઉડર, લિપસ્ટિક, કાજલ, ચાંદલો વગેરે લગાવીને શૃંગાર કર્યો અને તેમની પાસેથી ડાન્સ કરાવ્યો.

આ લગ્ન સારંગપુરમાં પાલ સમાજના મોહન સિંહ પાલના દીકરાના લગ્ન હતા. તેમના દીકરાની જાણ ઝાંસી જિલ્લાના ટહરૌલી ગામમાં ગઈ હતી. જ્યાં જાનની વચ્ચે જ વેવણે વેવાઈને સાડી પહેરાવી ડાંસ કરાવ્યો.

જાનૈયાઓએ આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. ત્યાર બાદ રાજગઢ સહિત દરેક જગ્યાએ આ પરંપરા ચર્ચાનો વિષય બની હતી. પરંપરા અનુસાર દુલ્હનના વિદાય સમયે વેવણ વેવાઈને ડાન્સ કરાવે છે.

દીકરીઓ રડવાને બદલે હસતા-હસતા વિદાય લે

મોહન સિંહ પાલે રિવાજ શરૂ થયાનું કારણ જણાવતા કહ્યું કે, ‘વૃંદાવનમાં જયારે ગોપીઓએ કૃષ્ણ ભગવાનને રાસ રમાડ્યા હતા. એ જ રીવાજ અનુસાર આજે પણ અમારા પાલ સમાજમાં દીકરીઓની વિદાય સમયે વેવણ વેવાઈને સાડી પહેરાવીને, શૃંગાર કરાવીને ડાન્સ કરાવે છે. શૃંગાર કરતા સમયે મહિલાઓ ગીત ગાય છે, જેના કારણે દીકરીઓ રડવાને બદલે હસતા-હસતા વિદાય લે છે.’

error: Content is protected !!