ખેડા જિલ્લાના નડીયાદ તાલુકામાં આવેલા વડતાલ ધામ મંદિરને 13 નવેમ્બરે 200 વર્ષ પુરા થઇ રહ્યા છે જે નિમિત્તે 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 1824માં 13 નવેમ્બરે સ્વામીનારાયણ ભગવાને લક્ષ્મીનારાયણની મૂર્તિની સ્થાપના કરી હતી.
દ્વિશતાબ્દી મહોત્સવ 800 વિઘા જમીનમાં આયોજન કરવામાં આવ્યું છે, 10 હજાર વાહનોના પાર્કીગની વ્યવસ્થા, 26 હજાર લોકો માટે ટેન્ટ, દરરોજ 4 હજાર ટન શાકભાજી આવશે. 12000 સ્વંય સેવકો સેવા આપશે અને 25 લાખ ભક્તો દર્શન કરવા આવશે તેવી ધારણા રાખવામાં આવી છે. 62500 સ્કેવર ફુટમાં ભવ્ય ભોજનશાળા બનાવવામાં આવી છે.
આ મહોત્સવની યાદગીરી રૂપે વડતાલમાં એક પ્રાથમિક શાળાનું નિર્માણ કરીને સરકરાને સોંપી દેવામાં આવશે અને દરરોડ બ્લડ ડોનેશન કેમ્પ ચાલશે.