fbpx

કરિયાણાની દુકાન ચલાવનારના દીકરાએ બનાવી AI કંપની, આટલા કરોડનું ટર્નઓવર કરે છે

Spread the love

કરિયાણાની દુકાન ચલાવનારાના દીકરાએ ભારે સંઘર્ષોનો સામનો કર્યા પછી  AI કંપની ઉભી કરી દીધી છે અને આજે વર્ષે દિવસે 25 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે.

હરીઓમ શેઠ તેના પરિવાર સાથે અત્યારે દિલ્હીમાં રહે છે, પરંતુ તેના પિતા પહેલા પંજાબમાં રહેતા હતા અને તેમની આર્થિક સ્થિતિ સારી નહોતી. હરીઓમ જ્યારે શાળામાં ભણતા ત્યારે એક જ યુનિફોર્મ હતો, સાંજે શાળાએ આવીને યુનિફોર્મ કાઢી નાંખે અને માતા ધોઇ નાંખે એટલે એક જ યુનિફોર્મમાં શાળામાં ભણ્યા.

પિતા 1975માં દિલ્હી આવ્યા અને વોચમેનની નોકરી કરી અને પછી કરિયાણાની એક નાની દુકાન શરૂ કરી. હરીઓમ પણ તેમને મદદ કરતા.2004માં મુંબઇમાં ફેશન ટેક્નોલોજીમાં અભ્યાસ કર્યો અને પછી બે મિત્રો સાથે ઇવેન્ટ કંપની શરૂ કરી, પરતું મોટી ખોટ ગઇ.

2011માં ડિજિટલ સોલ્યુશન આપવાનું શરૂ કર્યું ત્યારથી સફળતાની શરૂઆત થઇ અને ટેબલેબ્સ કંપનીની શરૂઆત કરી, પણ 2020માં કોરોના મહામારી વખતે મોટું સંકટ આવ્યું અને કંપની બંધ થાય તેવી નોબત હતી, પરંતુ પિતાએ મકાન વેચીને મદદ કરી. આજે હરીઓમની કંપની 25 કરોડનું ટર્નઓવર કરે છે અને આવતા વર્ષે 50 કરોડ રૂપિયાના ટર્નઓવરનો ટાર્ગેટ રાખ્યો છે.

Leave a Reply

error: Content is protected !!