આપણો દેશ આઝાદ થયાને 75 વર્ષ કરતા વધારે સમય થઇ ગયો, પરંતુ લાગે છે કે હજુ રાજાશાહી માનસિકતા ગઇ નથી. દેશમાં અત્યારે લોકશાહી છે, પરંતુ દરેક ચૂંટણીમાં રાજવી પરિવારના વારસો ચૂંટણી લડે છે અને જીતે પણ છે.
સતારા બેઠક પરથી છત્રપતિ શિવાજી મહારાજ અને સતારા શાહી પરિવારના વશંજ શિવેન્દ્રરાજે ભોંસલે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાના છે.કાગલ બેઠક પરથી NCP અજિત પવારના ઉમેદવાર રાજે સમરજીત સિંહ ઘાટગે છે. વિદર્ભના આંતરીયાળ વિસ્તારમાં આદિવાસી પ્રભુત્વ ધરાવતી બેઠક પર 3 રાજવી પરિવારના વારસો મેદાનમાં છે અને આ ત્રણેય વચ્ચે ત્રિકોણીય જંગ થવાનો છે.
NCP અજિતની પાર્ટીએ મંત્રી ધર્મરાવ બાબા આત્રામને ટિકીટ આપી છે તો એમની સામે એમની જ દીકરી ભાગ્યશ્રીને NCP શરદ પવારની પાર્ટીએ મેદાનમાં ઉતારી છે. ભાજપના પૂર્વ મંત્રી રાજે અંબરીશ રાવ અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.