fbpx

ગુજરાતમાં પકડાયેલા નકલી IASએ 35 કરોડમાં શાળા ખરીદવાની ડીલ કરી નાંખી હતી

Spread the love

ગુજરાતમા પકડાયેલા નકલી IAS મેહુલ શાહના અનેક કારનામાઓ બહાર આવી રહ્યા છે. અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે મેહુલની ધરપકડ કરી છે. તેણે નકલી IAS બનીને લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા છે.

 મેહુલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એ એરપોર્ટ પરથી બહાર આવે છે ત્યારે તેના જ માણસો તેની પર પુષ્પવર્ષા કરે છે. સાથે 3 બોડીગાર્ડ અને અન્ય માણસો પણ છે. આવા ખેલ કરીને મેહુલ જાતે સોશિયલ મીડિયા પર વીડિયો મુકતો.

તેણે અમદવાદના અસારવાની વિશ્વ વિદ્યાલય શાળાના સંચાલક ડાહ્યાભાઇ પટેલ સાથે સ્કુલ ખરીદવાની 35 કરોડની ડીલ કરી નાંખી હતી. ડાહ્યાભાઇ તેનાથી અભિભુત થઇ ગયા હતા. એક દિવસ મેહુલે ડાહ્યા પાસેથી 10 લાખ ઉછીના આપ્યા અને ડાહ્યાભાઇએ આપી પણ દીધા. એ પછી મેહુલ દેખાતો બંધ થઇ ગયો હતો.

Leave a Reply

error: Content is protected !!