fbpx

ખ્યાતિ હોસ્પિટલના વધુ 3 પાપી ફાર્મ હાઉસમાંથી પકડાઈ ગયા

Spread the love

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં વધુ 3 પાપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. 7 આરોપીઓ સામે ગુનો નોંધાયેલો છે જેમાં અત્યાર સુધી એક માત્ર આરોપી ડો. પ્રશાંત વઝીરાણી ઝડપાયો હતો એ પછી બીજા 3ને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.

હજુ પણ ખ્યાતિ હોસ્પિટલના ડો. કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી અને ડો. સજય પટોલિયા ફરાર છે અને પોલીસ પકડથી દુર છે.

ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપુતને પોલીસે ખેડાના એક ફાર્મ હાઉસમાંથી પકડી લીધો હતો તો અન્ય CEO રાહુલ જૈન અને માર્કેટીંગ મેનેજર મિલિન્દ પટેલને પોલીસે રાજસ્થાનના ઉદયપુરથી પકડી લીધા હતા.

ચિરાગ રાજપૂત મેડિકલ રિપ્રેઝન્ટીવ તરીકે કામ કરતો હતો અને એ પછી સીધો ખ્યાતિ હોસ્પિટલનો CEO બની ગયો હતો. મિલન્દ પટેલ શિકાર શોધી લાવવાનું કામ કરતો અને રાહુલ જૈન ખ્યાતિ હોસ્પિટલનો બધો હિસાબ સંભાળતો હતો.

error: Content is protected !!