રાજસ્થાનના અજમેરમાં આવેલી દેશ દુનિયાની પ્રસિદ્ધ દરગાહને હિંદુ મંદીર બતાવવાની અરજી નીચલી કોર્ટે સ્વીકારી લીધી છે અને હવે બધા પક્ષકારોને કોર્ટે નોટિસ મોકલાવી છે. હવે આની સુનાવણી 20 ડિસેમ્બરના દિવસે થશે.
હિંદુ સેનાના વિષ્ણુ ગુપ્તાએ અજમેરમાં આવેલી ખ્વાજા મુઇનુદ્દીન ચિશ્તી દરગાહને હિંદુ પુજા સ્થળ હોવાની અરજી કોર્ટમાં કરી હતી. આ અરજી પર બુધવારે અજમેર પશ્ચિમ સિવિલ જજ સીનિયર ડિવિઝન મનમોહન ચંદેલની કોર્ટે સુનાવણી કરી હતી. કોર્ટે દરગાહ કમિટી સહિત બધા પક્ષકારોને નોટિસ મોકલીને 20 ડિસેમ્બરે હાજર રહેવાનો આદેશ આપ્યો છે.
હિંદુ સંગઠન લાંબા સમયથી દરગાહને મંદિર બતાવી રહ્યું છે. આ પહેલા 2022માં હિંદુ સંગઠન મહારાણા પ્રતાપ સેનાએ પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને રાજ્ય સરકારને રજૂઆત કરી હતી કે અજમેરની દરગાહ પર પહેલા શિવમંદીર હતું.