ગુજરાત સરકારે દેશના 3 મોટા રાજ્યો પાસેથી 7000 કરોડ રૂપિયા લેવાના છે અને આ ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકાર છે. અત્યાર સુધીમાં માત્ર 100 કરોડ રૂપિયા જ ગુજરાત સરકારને મળ્યા છે.
વિધાનસભામાં આ આંકડા ગુજરાત સરકારે પોતે આપ્યા છે કે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરકાર પાસે કુલ 7593 કરોડ રૂપિયાની ઉઘરાણી બાકી છે. નર્મદા ડેમનું પાણી આ ત્રણેય રાજ્યો વાપરે છે અને તેમાંથી વીજળી મેળવીને પણ કમાણી કરે છે, પરંતુ ગુજરાત સરકારનો ચાર્જ ચૂકવતી નથી.
મહારાષ્ટ્રએ અત્યાર સુધીમાં 65.67 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે, જ્યારે રાજસ્થાને 27.31 કરોડ આપ્યા છે અને ચોંકાવનારી વાત એ છે કે મધ્ય પ્રદેશે આજ સુધી એક રૂપિયો ચૂકવ્યો નથી.