રાજકોટમાં 550 કરોડ રૂપિયાના ખર્ચે ઉમિયાધામ બની રહ્યું છે, જેમાં મા ઉમિયાનું મંદિર, શૈક્ષણિક સંકુલ, આરોગ્ય ધામ અને એમ્યુઝમેન્ટ પાર્ક બનશે. 13 ડિસેમ્બર 2024ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ બાબુભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાશે.
રાજકોટ આવેલા જશવંતપુર ગામ પાસે ન્યારી નદીના કાંઠે ભવ્ય ઉમિયાધામ બનાવવા માટે 32 વીઘા જમીન ખરીદી લેવામાં આવી છે.
પહેલા તબક્કામાં 2 એકર વિસ્તારમાં મા ઉમિયાનું મંદિર બનાવવામાં આવશે અને 10 એકર વિસ્તારમાં શૈક્ષણિક સંકુલ, આરોગ્યધામ અને એમ્યુઝમેન્ટ પાર્ક બનશે. મંદિરને બનતા 4 વર્ષ લાગશે.
અયોધ્યા રામ મદિરમાં જે રાજસ્થાનના ભરતપુરના ગુલાબી પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ જ રીતે મા ઉમિયાના મંદિરમાં પણ આ જ પત્થરોનો ઉપયોગ થશે અને સીમેન્ટ અને સ્ટીલનો બિલકુલ ઉપયોગ કરવામા નહીં આવે.