મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશનનો પહેલો કોંક્રીટ બેઝ સ્લેબ 30 નવેમ્બર 2024ના રોજ જમીનથી આશરે 32 મીટરની ઊંડાઈએ નાખવામાં આવ્યો હતો, જે 10 માળની ઈમારતની સમકક્ષ છે.
સ્ટેશનનું બાંધકામ બોટમ અપ પદ્ધતિથી કરવામાં આવી રહ્યું છે, એટલે કે ગ્રાઉન્ડ લેવલથી ખોદકામની કામગીરી શરૂ કરવામાં આવી છે અને પાયાથી કોંક્રીટનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે.
આ સ્લેબ 3.5 મીટર ઊંડો, 30 મીટર લાંબો અને 20 મીટર પહોળો છે. સ્ટેશન માટે નાખવામાં આવેલા 69 સ્લેબમાંથી આ પ્રથમ છે, જે બુલેટ ટ્રેન સ્ટેશન માટે સૌથી ઊંડો બાંધકામ સ્તર બનાવશે.
આ સ્લેબ વિશેની કેટલીક રસપ્રદ વાતો અહીં રજૂ કરવામાં આવી છેઃ
681 મેટ્રિક ટન સ્ટીલનું મજબૂતીકરણ
6200 રીબાર કપલર્સ વપરાયા
2254 ક્યુબિક મીટર એમ60 ગ્રેડ કોંક્રિટ
એકંદરે 4283 મેટ્રિક ટન
દરેક 120 m3 ક્ષમતાના બે ઇન-સીટુ બેચિંગ પ્લાન્ટ દ્વારા કોંક્રિટ સપ્લાય કરવામાં આવે છે. કોંક્રિટ રેડતી વખતે તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવા માટે, ઇન-સીટુ બરફ અને ચિલર પ્લાન્ટ્સ દ્વારા તાપમાનને નિયંત્રિત કરવામાં આવે છે. સ્લેબ નાખતા પહેલા પર્યાપ્ત વોટરપ્રૂફિંગ પગલાંની ખાતરી કરવામાં આવી છે.
બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતે આવેલું મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશન, મુંબઈ અમદાવાદ એચએસઆર કોરિડોર પરનું એકમાત્ર ભૂગર્ભ સ્ટેશન છે.
પ્લેટફોર્મનું આયોજન ભોંયતળિયાના સ્તરથી લગભગ 24 મીટરની ઊંડાઈએ કરવામાં આવ્યું છે. પ્લેટફોર્મ, કોન્કોર્સ અને સર્વિસ ફ્લોર સહિત ત્રણ માળ હશે. આ કામ માટે જમીનની સપાટીથી 32 મીટરની ઊંડાઈ સુધી ખોદકામ કરવામાં આવી રહ્યું છે.
આ સ્ટેશન પર 6 પ્લેટફોર્મ હશે અને દરેક પ્લેટફોર્મની લંબાઈ આશરે 415 મીટર (16 કોચની બુલેટ ટ્રેનને સમાવવા માટે પૂરતી છે). સ્ટેશનનું મેટ્રો અને રસ્તા સાથે જોડાણ હશે.
બે પ્રવેશ/નિર્ગમની જગ્યાનું આયોજન કરવામાં આવ્યું છે એક મેટ્રો લાઇન 2-બીના નજીકના મેટ્રો સ્ટેશન સુધી પહોંચવાની સુવિધા માટે અને બીજો એમટીએનએલ બિલ્ડિંગ તરફ જવા માટે હશે.
સ્ટેશનનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે, કોનકોર્સ અને પ્લેટફોર્મ સ્તરે મુસાફરોની અવરજવર અને સુવિધાઓ માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ હોય. આ સાથે જ કુદરતી પ્રકાશ માટે સમર્પિત આકાશી પ્રકાશની જોગવાઈઓ કરવામાં આવી છે.