fbpx

મહારાષ્ટ્રના નવા CM ફડણવીસની સંપત્તિ જાણી આશ્ચર્ય થશે, તેમની પાસે કાર નથી

BJPના નેતા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના નવા CM તરીકે શપથ લઈ લીધા છે. તેમની નેતૃત્વ કુશળતા અને ગઠબંધનને એકસાથે લઈને ચાલનારા CM દેવેન્દ્ર ફડણવીસ એક એવા નેતા તરીકે ઓળખાય છે, જે હંમેશા રાજ્યના લોકોની સેવા કરવા માટે તૈયાર રહે છે. CM ફડણવીસે માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ નહીં પરંતુ અન્ય રાજકીય પક્ષોમાં પણ સન્માન મેળવ્યું છે.

આજે આપણે મહારાષ્ટ્રના નવા CM દેવેન્દ્ર ફડણવીસની નેટવર્થ, સંપત્તિ, કુટુંબ, કારકિર્દી અને નાણાકીય પ્રોફાઇલ વિશે વાત કરીશું. મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવેલા CM ફડણવીસની ગણતરી હાલમાં BJPના દિગ્ગજ નેતાઓમાં થાય છે અને તેમની ગણતરી PM નરેન્દ્ર મોદીની નજીકના લોકોમાં થાય છે.

CM દેવેન્દ્ર ફડણવીસનો જન્મ નાગપુરમાં એક મરાઠી બ્રાહ્મણ હિન્દુ પરિવારમાં થયો હતો. તેમના પિતા ગંગાધર ફડણવીસ અને માતા સરિતા ફડણવીસ છે. તેમના પિતા ગંગાધર મહારાષ્ટ્રના રાજકારણના જાણીતા નેતા રહ્યા છે અને રાજ્ય વિધાન પરિષદના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેમની માતા અમરાવતીના કલોટી પરિવારના છે અને વિદર્ભ હાઉસિંગ ક્રેડિટ સોસાયટીના ડિરેક્ટર રહી ચૂક્યા છે.

CM ફડણવીસને બાળપણથી જ ઘરમાં રાજકીય વાતાવરણ જોવા મળ્યું. તેમના પિતા કટોકટી દરમિયાન જેલમાં ગયા હતા અને

આ રાજકીય અસ્થિરતાએ તેમના મન પર ઊંડી અસર છોડી હતી. તેમના પિતાને કટોકટી દરમિયાન સરકાર સામે વિરોધ કરવા બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.

CM દેવેન્દ્ર ફડણવીસે અમૃતા ફડણવીસ સાથે લગ્ન કર્યા છે. અમૃતા એક બેંકર અને સામાજિક કાર્યકર છે. અમૃતા સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ રહે છે અને તે પોતે પણ મશહૂર વ્યક્તિ છે. તેઓ ખાસ કરીને મહિલા સશક્તિકરણ અને સામાજિક ન્યાય માટે કામ કરે છે. તેઓ તેમના પતિની રાજકીય કારકિર્દીમાં મજબૂત આધારસ્તંભ બનીને ટેકો આપી રહ્યા છે. CM દેવેન્દ્ર ફડણવીસ અને અમૃતા ફડણવીસને એક પુત્રી દિવિજા ફડણવીસ છે.

ફડણવીસ દંપતીની નેટવર્થ અને નાણાકીય પારદર્શિતા હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર રહી છે. તેમના લેટેસ્ટ એફિડેવિટ મુજબ, CM દેવેન્દ્ર ફડણવીસની કુલ સંપત્તિ 5.2 કરોડ રૂપિયાની આસપાસ છે. તેમની પાસે કુલ 56 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ છે. જ્યારે ખેતીલાયક જમીન અને ઘર-મકાનો સહિત કુલ સ્થાવર મિલકત રૂ. 4.6 કરોડ છે.

જ્યારે તેમના પત્ની અમૃતા ફડણવીસની કુલ સંપત્તિ 7.9 કરોડ રૂપિયા છે. અમૃતાની જંગમ સંપત્તિ 6.9 કરોડ રૂપિયા છે, જ્યારે તેમની સ્થાવર સંપત્તિ 95 લાખ રૂપિયા છે.

ફડણવીસ દંપતીની કુલ સંપત્તિ 13 કરોડ રૂપિયા છે. ઘણી નોંધપાત્ર સંપત્તિ હોવા છતાં, CM દેવેન્દ્ર ફડણવીસ તેમની સાદી જીવનશૈલી માટે જાણીતા છે. ન તો CM દેવેન્દ્ર ફડણવીસ કે ન તો તેમની પત્નીએ તેમના ચૂંટણી એફિડેવિટમાં કોઈ કાર હોવાનો ઉલ્લેખ કર્યો.

પ્રોપર્ટી હોલ્ડિંગ સિવાય CM દેવેન્દ્ર ફડણવીસ અને તેમની પત્નીએ ઘણી જગ્યાએ રોકાણ કર્યું છે. ઉદાહરણ તરીકે, મહારાષ્ટ્રના CMની વાર્ષિક આવક 2023-24માં 38.7 લાખ રૂપિયા હતી. તેમની પાસે તેમના પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં 1.7 લાખ રૂપિયા જમા છે અને તેમની પાસે 3 લાખ રૂપિયાની એક વીમા પૉલિસી પણ છે. CM ફડણવીસ પાસે 32 લાખ રૂપિયાના ઘરેણાં પણ છે. તેઓ પ્રતિષ્ઠિત હોદ્દા પર હોવા છતાં, તેમની સંપત્તિ વિશેની માહિતી હંમેશા ખુલ્લી પુસ્તક જેવી રહી છે અને આ અન્ય નેતાઓ કરતાં ઘણું ઓછું છે.

CM દેવેન્દ્ર ફડણવીસ નાગપુરમાં બે રહેણાંક મિલકતો ધરાવે છે. તેમની કુલ કિંમત અનુક્રમે રૂ. 3.5 કરોડ અને રૂ. 4 લાખ છે. નાગપુર સાથે તેમનો ઊંડો સંબંધ છે અને અહીં તેમના અંગત અને રાજકીય સંબંધો ખૂબ જ મજબૂત છે.

તેમની પત્ની અમૃતા પાસે આશરે રૂ. 5.6 કરોડના શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ છે. આ કારણે ફડણવીસ પરિવારનો નાણાકીય પોર્ટફોલિયો સતત મજબૂત થઈ રહ્યો છે.