
સુરત મહાનગર પાલિકાના વોર્ડ નં-30ના ભાજપના મહિલા મોર્ચાના પ્રમુખ દીપિકા પટેલે 1 ડિસેમ્બરે પોતાના ઘરમાં આપઘાત કરી લીધો હતો. હજુ 6 ડિસેમ્બર સુધી આપઘાતનું કારણ સામે આવી શક્યુ નથી. વોડ નંબર 30માં સચીન, ઉન , કનસાડ વિસ્તાર આવે છે અને આ જ વોર્ડનો કોર્પોરેટર ચિરાગ સોલંકી સામે પોલીસને શંકા છે. પોલીસે ચિરાગ અને દીપિકાના ફોન જપ્ત કરીને FSLમાં મોકલ્યા છે.
દીપીકા પટેલના પરિવારે ગુરુવારે એક પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું, જેમાં ભાજપનો એક પણ મોટો નેતા ફરક્યો નહોતો એ વાતની ચર્ચા શરૂ થઇ છે. ચિરાગ સોલંકી ગયો હતો, પરંતુ સમાજના લોકોનો ગુસ્સો જોઇને માત્ર 40 સેકન્ડમાં જ પ્રાર્થના સભામાંથી નિકળી ગયો હતો.
