fbpx

ખ્યાતિ હોસ્પિટલ હતી કે કસાઇ ખાનુ? 3 વર્ષમાં 112 દર્દીને…

Spread the love

ખ્યાતિ હોસ્પિટલના માલિક ડો, સંજય પટોડિયાની ક્રાઇમ બ્રાન્ચે 4 ડિસેમ્બરે ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ડો. સંજય પટોડીયાની પુછપરછમાં ચોંકાવનારી વાત સામે આવી છે.

અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચના  ACP ભરત પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, છેલ્લાં 3 વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલામાં કુલ 8534 દર્દીઓએ સારવાર લીધી હતી અને તેમાંથી 3842 દર્દીઓએ આયુષ્માન યોજના હેઠળ સારવાર લીધેલી. 3 વર્ષમાં 112 દર્દીઓના મોત થયા છે. ખ્યાતિ હોસ્પિટલે આયુષ્યમાન યોજના હેઠળ 15 કરોડ ભેગા કરી દીધા છે.

PMJAYના અધિકારીઓ પણ શંકાના દાયરામાં છે અને પોલીસ એ તપાસ કરી રહી છે કે ક્યા ડોકટરે ખ્યાતિ હોસ્પિટલની PMJAY હેઠળ સૌથી વધારે ફાઇલ મંજૂર કરી છે.

error: Content is protected !!