ગુજરાતમાં મંગળવારે વહેલી સવારે એટલી જોરદાર ઠંડીનો અનુભવ થયો કે લોકોએ ધાબળા ઓઢવા પડ્યા. કાશ્મીર જેવી ઠંડીનો અનુભવ થયો. એક જ રાતમાં ગુજરાતમાં 1 ડીગ્રીથી માંડીને 6 ડીગ્રી જેટલું તાપમાન ઘટી ગયું.
રાજ્યના હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના કચ્છમાં કોલ્ડવેવની શક્યતા છે. બીજી તરફ હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે, વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસરને કારણે છેલ્લાં કેટલાંક દિવસથી ઠંડીનું જોર ઘટ્યું હતું, પરંતુ હવે આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા,સાબરકાંઠા અને પંચમહાલમાં કાતિલ ઠંડી જોવા મળી શકે છે.
આગામી 16થી 22 ડિસેમ્બર વચ્ચે વાદળવાયુ અરબસાગરમાં લો પ્રેસર બનાવવાની શક્યતા છે. જેને કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે.
