અમેરિકાની વોશિંગ્ટન ડીસીમાં આવેલી PEW રિસર્ચ સેન્ટરનો એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવાયું છે કે, 2050 સુધીમાં ભારત દુનિયામાં સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે. 2050 સુધીમાં ભારતમાં 31 કરોડ મુસલમાનો હશે, જે અત્યારે 17.22 કરોડ છે. ટકાવારી ની દ્રષ્ટિએ મુસ્લિમ વસ્તી અત્યારે 14.2 ટકા છે જે 2050 સુધીમાં 18.4 ટકા થઇ જશે.
દુનિયામાં અત્યારે સૌથી વધારે મુસ્લિમ વસ્તી ઇન્ડોનેશિયામાં છે, પરંતુ 2050માં ભારત પહેલા નંબરે આવી જશે.
મુસ્લીમ સમાજની સરેરાશ ઉંમર 22 વર્ષ છે, હિંદુઓની સરેરાશ ઉંમર 26 અને ખ્રિસ્તી સમાજની 28 વર્ષ છે.મુસ્લિમ સમાજમાં પ્રજજન દર પણ ઉંચો છે. મુસ્લિમ સમાજની મહિલા 3 કરતા વધારે બાળકો પેદા કરી શકે છે.જયારે હિંદુ અને ખ્રિસ્તી સમાજની મહિલા 2થી વધારે બાળકો પેદા કરી શકે છે.