કેનેડામાં જે લોકો સ્થાયી થયેલા છે અને સુપર વીઝા અને પેરન્ટસ પરમેન્ટ વીઝા યોજના દ્રારા માતા-પિતાને કેનેડા બોલાવવા માંગે છે તેમના માટે માઠા સમાચાર છે. કેનેડાની સરકારે માતા-પિતા, દાદી-દાદી માટેના પરમેનન્ટ રેસિડન્સની સ્પોન્સરશીપ અરજીઓ પર હંગામી ધોરણે બ્રેક લગાવી દીધી છે. ક્યાં સુધી કેનેડા સરકાર અરજી નહીં સ્વીકારે તે જાણવા મળ્યું નથી.
કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું કે, અગાઉની 2024 સુધીની અરજીઓનો બેકલોગ પહેલા કલીયર કરવામાં આવશે એટલે અત્યારે માતા-પિતા,દાદા-દાદીના PR સ્વીકારવાનું અસ્થાયી રૂપે અટકાવવામાં આવ્યું છે.
સુપર વીઝામાં પેરન્ટસને કેનેડામાં 5 વર્ષ રહેવા માટેની મંજૂરી મળે છે જ્યારે પરમેનન્ટ રેસીડન્સીમાં કાયમી રહેવાની પરવાનગી મળે છે. ગુજરાતના અનેક લોકો કેનેડાની સિટીઝનશીપ ધરાવે છે.