fbpx

ન્યૂઝીલેન્ડે વીઝા પોલિસીમાં કર્યો મોટો બદલાવ, ભારતને શું ફાયદો?

ન્યૂઝીલેન્ડ તેની વીઝા પોલીસીમાં મોટો બદલાવ કર્યો છે. એમ કહી શકાય કે ખાસ્સી ઢીલ મુકી દેવામાં આવી છે. ન્યૂઝીલેન્ડે પ્રવાસી કામદારો માટે અત્યાર સુધી 3 વર્ષનો અનુભવ જરૂરી  હતો એ ઘટાડીને હવે 2 વર્ષનો અનુભવ જરૂરી હોવાનો બદલાવ કર્યો છે. મતલબ કે કોઇ ભારતીય કામદારો પાસે 2 વર્ષનો કામનો અનુભવ હોય તો ન્યૂઝીલેન્ડમાં સરળતાથી નોકરી મળી શકશે.

ઉપરાંત સિઝનલ કર્મચારીઓ માટે જે અનુભવી હોય તેમને 3 વર્ષના મલ્ટી વીઝા અને લોઅર સ્કીલ્ડ વાળાને 7 મહિનાના સિંગલ એન્ટ્રી વીઝા આપવાનો પણ નિર્ણય લેવાયો છે

ન્યૂઝીલેન્ડે પોસ્ટ સ્ટડી વર્ક વીઝામાં પણ સુધારો કર્યો છે. હવે વિદશી વિદ્યાર્થી 3 વર્ષ સુધી રહી શકે છે અને કામ કરી શકે છે.

Leave a Reply