
દુનિયાના ચલણની વાત આવે તો પાઉન્ડ કે ડોલર જ સૌથી મોંઘી કરન્સી હશે એવું લોકો માને છે, પરુંત હકિકત એ છે કે પાઉન્ડ કે ડોલર દુનિયાનું સૌથી મોંઘું ચલણ નથી, પરંતુ કુવૈતનું દિનાર સૌથી મોંઘુ ચલણ છે. એક દિનાર સામે ભારતીય રૂપિયાની વેલ્યુ 267 રૂપિયા છે. મતલબ કે 1 દિનારમાં જે વસ્તુ ખરીદો તેના તમારે 267 રૂપિયા ચૂકવવા પડે. 1 દિનાર સામે અમેરિકન ડોલરની વેલ્યુ 3.25 ડોલર છે.
કુવૈત એ દુનિયાનો સૌથી મોટો ઓઇલ ઉત્પાદક અને નિકાસકાર દેશ છે અને આ દેશનો સૌથી મોટો બીજો બિઝનેસ સ્ટીલનો છે. કુવૈતની અડધી GDPનો હિસ્સો ઓઇલમાંથી આવે છે.
પાઉન્ડનો નંબર પાંચમો આવે છે. એક પાઉન્ડ સામે ભારતીય રૂપિયાનું મૂલ્ય 102 રૂપિયા છે.
