અમરેલીમા પાટીદાર દીકરીની રાત્રે 12 વાગ્યે ધરપકડ અને એ પછી સરઘસ કાઢવાની ઘટનાને 13 દિવસ થયા છતા હજુ ગુજરાતના રાજકારણમાં ગરમાટો છે. ભાજપના સંગઠનનો ઇશ્યુ હોવા છતા ભાજપ ડેમેજ કંટ્રોલને ખાળવા માટે નિષ્ફળ રહ્યું છે.
અમરેલીમાં પાટીદાર દીકરી કાંડનો મુદ્દો કોંગ્રેસે ઉછાળ્યો છે અને હવે આ ઇશ્યુ આગની જેમ આખા ગુજરાતમા પ્રસરી રહ્યો છે. સી આર પાટીલ હજુ ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે, પરંતુ તેમનું અત્યાર સુધી કોઇ નિવેદન સામે આવ્યું નથી. જાણકારોનું કહેવું છે કે, જો સી આર પાટીલ ગુજરાતમાં સક્રીય હોત તો આ ઇશ્યુ આટલો લાંબો ખેંચાયો ન હોત, પરંતુ લાગે છે કે પાટીલ હવે નિષ્ક્રીય થઇ ગયા છે.
આ ઘટનામાં ભાજપની આબરૂના ધજાગરા ઉડી ગયા છે.