fbpx

સેબીએ સ્ટોક બ્રોકર સ્ટોક હોલ્ડીંગને 9 લાખ રૂપિયાનો દંડ કેમ કર્યો?

શેરબજારનું નિયમન અને રોકાણકારોના હિતોનું ધ્યાન રાખતી સેબીએ સ્ટોક હોલ્ડીંગ સર્વિસીઝ લિમિટેડને 9 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. આ સ્ટોક બ્રોકરે સેબીના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

સેબીએ એપ્રિલ 2022થી જૂન 2023 સુધીની કરેલી તપાસમાં જાણવા મળ્યું કે, સ્ટોક હોલ્ડીંગ સર્વિસીઝે તેના 1103 ગ્રાહકોને ડિપેન્ડન્ટ બાળકો તરીકે બતાવ્યા હતા અને તેમની ઉંમર 34થી 100 વર્ષ બતાવવામાં આવી હતી અને બધા ખાતામાં એક જ મોબાઇલ નંબર અને એક જ ઇમેલ આઇડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.સેબીના આમા ગરબડ દેખાઇ હતી.

સ્ટોક હોલ્ડીંગે કહ્યું કે, સિનિયર સિટીઝન અને અન્ય ગ્રાહકોએ તેમના મોબાઇલ નંબર અને ઇમેલ આઇડી આપ્યા નહોતા, કારણકે તે વખતે ખાતા ખોલવામાં એ જરૂરી નહોતા.

Leave a Reply