fbpx

તમારા ઘઉંના લોટમાં ચોકનો કે ફટકડીનો ભૂકો તો નથી ને? આ જગ્યાએ 200 ક્વિન્ટલ જપ્ત

ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં ફૂડ વિભાગની ટીમે ભેળસેળયુક્ત લોટ જપ્ત કર્યો છે. આ લોટ બુલંદશહેરમાં જ તૈયાર થઈ રહ્યો હતો અને દિલ્હી NCRમાં સપ્લાય કરવામાં આવતો હતો. મળતી માહિતી મુજબ, ફૂડ વિભાગની ટીમે સ્યાનાના બિરૌલી સ્થિત ઇશિયા ફ્લોર મિલ સામે કાર્યવાહી કરી. દરોડા દરમિયાન, લોટ મિલમાં ફટકડી અને ભૂસી ભેળવીને લોટ તૈયાર કરવામાં આવી રહ્યો હતો. આવાસ વિકાસ કોલોનીના રહેવાસી ફેક્ટરી માલિક ધ્રુવ શર્મા ઘટનાસ્થળે હાજર હતા.

લોટ મિલમાંથી 90 ક્વિન્ટલ ફટકડી, ભૂસી અને ચોકની માટી મળી આવી છે. ઘઉં સહિત 200 ક્વિન્ટલ માલ જપ્ત કરવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી વિભાગે લોટ અને ફટકડી સહિત અનેક નમૂના એકત્રિત કર્યા. તેમનો દીકરો શાંતનુ શર્મા (ડિરેક્ટર) લોટ મિલમાં કામ કરે છે. કંપનીના નિરીક્ષણ દરમિયાન, 50 Kg ફટકડીની 176 બેગનો સ્ટોક મળી આવ્યો. લોટ મિલના પેકિંગ સ્થળે લોટમાં ભેળવવા માટે ફટકડીનો ભૂકો મળી આવ્યો હતો.

આ ઉપરાંત, ફટકડી, ચોખાની કણકી અને ભૂસીને ઘઉંમાં ભેળવીને તેને દળવામાં આવી રહ્યા હતા. અહીંથી ફટકડીનો પાવડર, લોટના 2 નમૂના અને ચોખાની કણકી એકત્રિત કરવામાં આવ્યા છે. લોટ મિલમાં મળી આવેલા 50 કિલો ફટકડીના 176 થેલા જપ્ત કરવામાં આવ્યા છે. તેઓ દ્વારા રાત્રે ભેળસેળયુક્ત લોટ તૈયાર કરીને મેરઠ અને નજીકના જિલ્લાઓ અને દિલ્હીમાં વેચવા અંગે માહિતી આપવામાં આવી છે. આની સાથે જ આ લોટ મિલની બાજુમાં આવેલા એક ગોદામમાં કેટલીક ખાદ્ય ચીજવસ્તુઓના સંગ્રહની માહિતી મળી હતી, તેનું પણ ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જ્યારે, ફૂડ સેફ્ટી વિભાગની ટીમે દરોડો પાડ્યો અને લાઇસન્સ વિનાના વેરહાઉસમાંથી 45 હજાર બેગ દૂધનો પાવડર જપ્ત કર્યો. બજારમાં તેની કિંમત લગભગ 44 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. સ્યાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ફૂડ સેફ્ટી વિભાગની ટીમને માહિતી મળી હતી કે એક મોટા ગોદામમાં મોટા પ્રમાણમાં દૂધ પાવડરનો વપરાશ થઈ રહ્યો છે. જેને લઈને ફૂડ સેફ્ટી વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. ફૂડ સેફ્ટી વિભાગની ટીમે સ્થળ પરથી મોટી માત્રામાં દૂધ પાવડર જપ્ત કર્યો છે.

Leave a Reply