ટાટા ગ્રુપની કંપની ટાટા મોટર્સનો શેર ખરીદવાની એક બે નહી, પરંતુ 22 બ્રોકરેજ હાઉસો ભલામણ કરી રહ્યા છે. ટાટા મોટર્સનો શેર છેલ્લાં ઘણા સમયથી તુટી રહ્યો છે અને 9 જાન્યુઆરી, ગુરુવારે 781 રૂપિયા પર બંધ રહ્યો હતો.
ગ્લોબલ બ્રોકરેજ હાઉસ મેકરીનું કહેવું છે કે, ટાટા મોટર્સનો શેર 1278ના લેવલ સુધી જઇ શકે છે. તો મોર્ગન સ્ટેન્લીએ કહ્યું છે કે, ટાટા મોટર્સનો શેર 920ની ઉપર જઇ શકે છે.બ્રોકરેજ હાઉસ નૌમુરાએ 970નો ટાર્ગેટ આપ્યો છે.
શેરબજારના જાણકારોનું માનવું છે કે ટાટા મોટર્સનો શેર છેલ્લાં 6 મહિનામાં 22 ટકા જેટલો તુટ્યો છે અને અત્યારે ઓવર સોલ્ડ પોઝિશનમાં છે એટલે હવે ઉછળવાની શક્યતા છે.
નોંધ- માત્ર ન્યૂઝ તમારી સાથે શેર કર્યા છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું