હૈદ્રાબાદના મુરલી દેવી 12મા ધોરણમાં 2 વખત ફેઇલ થયા હતા, છતા તેઓ હિંમત હાર્યા નહીં અને ખાનગી કોલેજમાંથી ફાર્મસીનું ભણ્યા. તેમના પિતા એક સામાન્ય સરકારી અધિકારી હતા અને તેમનું 10000 રૂપિયા પેન્શન આવતું હતું, જેમાંથી 14 જણના પરિવાર નભતો હતો. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી એટલે મુરલીએ નક્કી કર્યું કે, મહેનત કરીને પરિવારને ઉંચો લાવવો છે.
1976માં મુરલી અમેરિકા ગયા ત્યારે તેમની પાસે માત્ર 500 રૂપિયા હતા. તેમણે ત્યાં 2 કેમિકલ કંપનીમાં નોકરી કરી અને સારી એવી કમાણી કરી. થોડા વર્ષોમાં પરિવારમાં કોઇ ઇમરજન્સી આવી તો મુરલી ભારત આવી ગયા અને તેમની સાથે 40000 ડોલર લઇને આવ્યા હતા.
તેમણે ડીવીઝ લેબોરટરી શરૂ કરી અને આજે તેમની સંપત્તિ 53000 કરોડની છે. તેઓ હૈદ્રાબાદના સૌથી અમીર અને દુનિયાના સૌથી અમીર વૈજ્ઞાનિક છે.