અમીષા પટેલ પોતાની ફિલ્મો ઉપરાંત પોતાના અંગત જીવનને કારણે પણ ઘણી ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા, દુબઈના ઉદ્યોગપતિ નિર્વાણ સાથેનો તેનો ફોટો વાયરલ થયો હતો, ત્યાર પછી તેમના અફેરના સમાચાર વાયરલ થવા લાગ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, બંને રિલેશનશિપમાં હતા. જોકે, હવે નિર્વાણે આ સમાચારો પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, અમીષા તેની પારિવારિક મિત્ર છે. બંને વચ્ચે કોઈ રોમેન્ટિક બંધન નથી.
B-ટાઉન બ્યુટી અમીષા પટેલે ભલે હજુ લગ્ન ન કર્યા હોય, પરંતુ તેમનું નામ ઘણીવાર કોઈને કોઈ સેલિબ્રિટી સાથે જોડાય જાય છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં એવી ચર્ચા હતી કે, અમીષા પટેલ તેના કરતા 19 વર્ષ નાના ઉદ્યોગપતિને ડેટ કરી રહી છે. હવે આ રહસ્ય પણ ખુલી ગયું છે.
ખરેખર, બન્યું એવું કે 13 નવેમ્બર, 2024ના રોજ, અમીષા પટેલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઉદ્યોગપતિ અને ગાયક નિર્વાણ બિરલા સાથેની એક તસવીર શેર કરી અને તેને કેપ્શન આપ્યું, ‘દુબઈ-મારા પ્રિય નિર્વાણ બિરલા સાથે સુંદર સાંજ.’
ફોટામાં, અમીષા પટેલ નિર્વાણ બિરલાના બંને હાથે જકડાયેલી અને સ્મિત સાથે પોઝ આપતી જોવા મળી હતી. બંને કાળા રંગના પોશાકમાં મસ્તી કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ થતાં જ તે આગની જેમ ફેલાઈ ગયો અને બધા તેમના અફેર વિશે અટકળો કરવા લાગ્યા. હવે આખરે નિર્વાણે અમીષા સાથે ડેટિંગની અફવા પર પ્રતિક્રિયા આપી છે.
મીડિયા સૂત્રને આપેલા ઇન્ટરવ્યુમાં નિર્વાણે કહ્યું, ‘અમીષા અને હું ડેટિંગ કરી રહ્યા નથી. તે અમારા પારિવારિક મિત્ર છે અને મારા પિતાને તેમના શાળાના દિવસોથી જાણે છે. અમે બંને દુબઈમાં હતા અને હું મારા મ્યુઝિક આલ્બમનું શૂટિંગ કરી રહ્યો હતો, જેમાં તે પણ છે. અમે સાથે મળીને કામ કર્યું છે.’
નિર્વાણ એક ઉદ્યોગપતિ છે અને તે 20 વર્ષની ઉંમરે પોતાના પારિવારિક વ્યવસાયમાં જોડાયો હતો. નિર્વાણ તેના પિતાને પોતાનો રોલ મોડેલ માને છે. સફળ વ્યવસાય ઉપરાંત, નિર્વાણને સંગીતમાં પણ ઊંડો રસ છે. તેમણે નાની ઉંમરે હાર્મોનિયમ વગાડવાનું શરૂ કર્યું હતું અને તેમણે ઘણા ભજનો પણ રેકોર્ડ કર્યા છે.
અમીષાના વ્યાવસાયિક જીવન વિશે વાત કરીએ તો, 2023માં ગદર 2માં દેખાયા પછી, તે ગયા વર્ષે ‘તૌબા તેરા જલવા’માં જોવા મળી હતી. જોકે આ ફિલ્મ સારી ચાલી ન હતી. હવે તે ગદર 3માં જોવા મળશે.