પ્રાંતિજ વ્હોરવાડ વિસ્તાર માં ફૂટ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું
– ૨૬ મી જાન્યુઆરી ને લઇને ફુટ ફેસ્ટિવલ નું આયોજન
– ખાણી-પીણી સહિત ના ૩૧ સ્ટોર ઉભા કરવામા આવ્યા હતા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ૨૬ મી જાન્યુઆરી ને લઇને વ્હોરવાડ વિસ્તાર માં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ફુટ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું







પ્રાંતિજ ખાતે રહેતા સુન્ની મુસ્લિમ સમાજ ની મહિલા ઓ દ્વારા વ્હોરવાડ ખાતે ૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન ની ઉજવણી ને લઇને દર વર્ષે ની જેમ આ વર્ષે પણ ફુટ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું હતું જેમાં વિવિધ પ્રકારના ૩૧ સ્ટોર ઉભા કરવામાં આવ્યા હતાં જેમા ખાણી-પીણી સહિત જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ના સ્ટોર બનાવવામા આવ્યા હતા તો સુન્ની મુસ્લિમ સમાજ ની મહિલાઓ દ્વારા સ્ટોર માં જાતે ખાણી પીણી ની વસ્તુઓ બનાવવામાં આવી હતી તો આજુબાજુના લોકો એ વિવિધ સ્ટોરો માં જઇને સ્વાદ માણ્યો હતો તો દરવર્ષ ની જેમ આ વર્ષેપણ મહિલા મંડળ ની બહેનો દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ અને સમાજ ની બહેનો દ્રારા આ વર્ષેપણ ઉત્સાહ પૂર્વક આ વેપાર મેળો અને ફુટ ફેસ્ટિવલ મા ભાગ લીધો હતો તો સમાજ દ્રારા પણ દરવર્ષ ની જેમ આ વર્ષેપણ પણ સહયોગ આપ્યો હતા
જીલ રાવલ પ્રાંતિજ
