fbpx

પ્રાંતિજ સિનિયર સીટીઝન મંડળ દ્રારા પરિવાર કલ્યાણ નિધિ યોજના અંતર્ગત મૃતકના પરિવારજને ચેક અર્પણ કરાયો

Spread the love

પ્રાંતિજ સિનિયર સીટીઝન મંડળ દ્રારા પરિવાર કલ્યાણ નિધિ યોજના અંતર્ગત મૃતકના પરિવારજને ચેક અર્પણ કરાયો

  • મૃતકના પરિવાર ને ચેક અર્પણ કર્યો
  • મંડળ ના પ્રમુખ-મંત્રી સહિત કારોબારી સભ્યો દ્રારા ચેક અર્પણ કર્યો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત પ્રાંતિજ સિનિયર સીટીઝન મંડળ દ્રારા આયોજીત પરિવાર કલ્યાણ નિધી યોજના અંતર્ગત મંડળ ના સભ્ય નુ અવસાન થતા તેમના પરિવારજ ને શ્રધ્ધાંજલી સાથે ચેક અર્પણ કરવામા આવ્યો હતો

પ્રાંતિજ શહેર મા કાર્યરત સિનિયર સીટીઝન મંડળ દ્રારા તાજેતરમા મંડળના સભ્ય શરદચંદ્ર અમૃતલાલ પરીખ નુ ૮૪ વર્ષે દુ:ખદ અવસાન થતા આ મંડળ આયોજીત પરિવાર કલ્યાણ નિધિ યોજના અંતર્ગત મૃતક ના પરિવારજનોને રૂપિયા ૧૧,૦૦૦ નો ચેક અર્પણ કરવામા આવ્યો હતો આ પ્રસંગે પ્રાંતિજ સિનિયર સીટીઝન મંડળ ના પ્રમુખ સી.કે.પટેલ , ઉપપ્રમુખ મનુભાઇ પટેલ , મંત્રી ધનજીભાઇ પટેલ , શમિષ્ઠાબેન ખમાર , મુકુંદ ભાઇ કસ્બાતી , બાબુભાઈ પંચાલ , કંચનબેનસોની , જયાબેનસોની , રણછોડભાઈ વાળંદ સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહીને મૃતક ના પરિવારજનોને સાંત્વના આપીને યોજના મા જોડાયેલા સભ્યના પરિવાર ને શોક ઠરાવ સાથે રૂપિયા-૧૧હજાર નો ચેક આપવામા આવ્યો હતો

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!