પ્રાંતિજ ના મજરા ખાતે ઉકરડો હટાવી લેવાનુ કહીને મારમાર્યો
– ગાળો-બોલી લોખંડ ના પાવડો મારી ગળદાપાટુ નો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી
– પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ત્રણ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના મજરા ખાતે ઉકરડો હટાવી લેવાનુ કહીને ગાળો-બોલી , ગળદાપાટુ મારમારી , લોખંડ નો પાવડો મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ત્રણ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
પ્રાંતિજ ના મજરા ખાતે રહેતા તખતસિંહ લાલસિંહ રાઠોડ નો ઉકરડો વર્ષોથી સરકારી ખરાબાની જગ્યામા હોય જેની બાજુમા આવેલ વાડો જગતસિંહ કચરસિંહ રાઠોડે વેચાણ રાખેલ હોય જેથી જગતસિંહ દ્રારા તખતસિંહ રાઠોડ ને ઉકરડો હટાવી લેવાનુ કહી ગાળો બોલી લોખંડ નો પાવડો ડાબા હાથ પર મારી ઇજા કરી કાન્તાબેન તથા અશોકસિંહ વચ્ચે છોડાવવા પડયા તે વખતે જગતસિંહ ના પત્ની ગીતાબેન તથા સાહિલ લાલસિંહ રાઠોડ આવી જતા ગીતાબેન ના હાથમાનો પાવડો ઝપાઝપી મા કાન્તાબેન ના માથાના ભાગે વાગી જતા ઈજાઓ પોહચી હતી તો અશોકસિંહ ને ગડદાપાટુનો મારમારી હવે અહિયા ઉકરડો કરશો તો જાનથી મારી નાખીશુ તેવી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી જિલ્લા કલેક્ટર ના જાહેરનામ નો જાહેર મા ભંગ કરી ગુનો કરી એકબીજા ની મદત કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા તખતસિંહ લાલસિંહ રાઠોડ રહે.મજરા ખાંટવાસ તા.પ્રાંતિજ ,જિ.સાબરકાંઠા મુળ રહે ભાટીયા તા.તલોદ ,જિ.સાબરકાંઠા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે જગતસિંહ કચરસિંહ રાઠોડ , ગીતાબેન જગતસિંહ રાઠોડ , સાહિલ લાલસિંહ રાઠોડ તમામે-તમામ રહે મજરા તા.પ્રાંતિજ , જિ.સાબરકાંઠા વિરૂધ્ધ આઇપીસીકલમ ૧૧૫(૨),૧૧૮ (૧),૩૫૧ (૩), ૨૯૬(બી) ,૫૪ જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનોનોંધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ અમૃતભાઈ ભગાભાઇ દ્રારા હાથ ધરવામા આવી હતી
જીલ રાવલ પ્રાંતિજ
