જેને રામ રાખે તેને કોણ મારે……
પ્રાંતિજ ત્રણ રસ્તા ખાતે આઇવા ચાલકે બાઇક ને અડફેટે લીધુ
– પ્રાંતિજ ના પોગલુ ના બે યુવાનો નો આબાદ બચાવ
– અકસ્માત મા બાઇક નો કુચડો થઈ ગયો
– આઇવા ચાલક અકસ્માત સર્જી ભાગી ગયો
– અકસ્માત ને લઈ ને આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા
– બાઇક સાથે અકસ્માત સર્જી વીજ સાથે અકસ્માત સર્જ્યો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ત્રણ રસ્તા ખાતે હિંમતનગર તરફ થી આવતી ફુલ ફાસ્ટ આઇવા ચાલકે આગળ જઈ રહેલ બાઇક ને અડફેટે લઈ ટક્કર મારતા બાઇક ઉપર જઇ રહેલ બે યુવાનોનો આબાદ બચાવ થયો હતો તો બાઇક નો કુંચડો થઈ ગયો હતો









જેને રામ રાખે તેને કોણ મારે આવોજ કિસ્સો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ત્રણ રસ્તા ખાતે જોવા મલ્યો હતો જેમા હિંમતનગર તરફ થી બટાકા ભરીને ફુલ ફાસ્ટ આવતી આઇવા ચાલકે સ્ટેરીંગ ઉપર થી કાબુ ગુમાવતા આગળ જઈ રહેલ બાઇક ને ટક્કર મારી હતી અને બાઇક ને અડફેટે લીધુ હતુ જેમા બાઇક ઉપર જઇ રહેલ પ્રાંતિજ ના પોગલુ ગામના બંન્ને યુવાનો નો ચમત્કારી આબાદ બચાવ થયો હતો પણ બાઇક ટ્રક ની નીચે આવી જતા અને ડમ્પર નીચે ફસાઈ જતા ડમ્પર ચાલક બાઇક ને ૨૦ ફુટ સુધી ધસડી ગયો હતો તો અકસ્માત મા બાઇક નો કુચડો થઈ ગયો હતો તો અકસ્માત આઇવા ચાલકે બાઇક ને અડફેટે લઈ ને રોડ ની સાઈડ મા આવેલ વીજ પોલ સાથે ધડાકા ભેર અથડાયુ હતુ અને ડમ્પર નો આગળનો ભાગ લોખંડ ના વીજ પોલ સાથે ભસાઇ ગયો હતો તો અકસ્માત સર્જીને આઇવા ચાલક પોતાની આઇવા મૂકીને અકસ્માત સ્થળે થી ભાગી ગયો હતો તો અકસ્માત ને લઈ ને આજુબાજુ માંથી લોકો તાત્કાલિક ધટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા તો આઇવા જીવત વીજ પોલ સાથે અથડાતા વીજ પોલ ઉપર શોટશકિટ ને લઈ સ્પાર્ક મારતા વિજ વાયરો ઉપર વિજ તરખડા થતા પાસે આવેલ સુકા વુક્ષ ઉપર આગ લાગતા પ્રાંતિજ ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ધટના સ્થળે દોડી જઇ આગ ને હોલવી હતી
જીલ રાવલ પ્રાંતિજ
