fbpx

અધિકારીઓનું અણઘણ પ્લાનિંગ, બ્રિજ બનાવી દીધો, પરંતુ આગળ રસ્તો જ નથી

Spread the love

ગુજરાતના વિકાસ માટે અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે અને વિકાસ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે. આ સારી વાત છે, પરંતુ કેટલાંક અધિકારીઓ અણઘણ પ્લાનીંગ કરીને પ્રજાને કરોડો રૂપિયા વેડફી નાંખે છે.

અમદાવાદમાં બોપલ-ઘુમાને જોડતો પુલ અમદવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (AUDA)અને રેલવેએ 80 કરોડ રૂપિયાના ખર્ચે 16.5 મીટર પહોળો અને 900 મીટર લાંબો બ્રીજ બનાવી દીધો અને 80 ટકા કામ પુરુ થઇ ગયું. 5 વર્ષથી આ બ્રિજ બની રહ્યો હતો. હવે તમને જાણીને નવાઇ લાગશે કે શીલજ તરફ પુરો થતો રેલવે બ્રિજ પછી કોઇ રસ્તો જ નથી. અણઘણ અધિકારીઓએ જાણ્યા વગર જ બ્રિજ તાણી દીધો છે. બ્રીજના છેવાડે તો દિવાલ છે.

error: Content is protected !!