fbpx

જ્યાં ચૂંટણી થવાની હોય તે રાજ્યની સાડી નિર્મલા સીતારમણ બજેટ વખતે પહેરે છે

Spread the love

નિર્મલા સીતારમણે શનિવારે પોતે 8મું બજેટ રજૂ કર્યું. દરેક બજેટમાં નાણા મંત્રી જે સાડી પહેરે છે તે ચર્ચાનો વિષય બને છે. જે રાજ્યમાં ચૂંટણી આવવાની હોય તે રાજ્યની સાડી નાણા મંત્રી પહેરે છે.

2019માં નિર્મલા સીતારમણે પહેલું બજેટ રજૂ કર્યું ત્યારે ગોલ્ડન બોર્ડર વાળી ગુલાબી રંગની સાડી પહેરેલી. 2020માં પીળા કલરની સિલ્કની સાડી પહેરલી, 2021માં લાલ બોર્ડર વાળી ઓફ વ્હાઇટ પોચમપ્લલી સાડી પહેરેલી જે હૈદ્રાબાદની પોચમપલ્લી ગામનું હેન્ડલૂમ વર્ક હતું..

2022માં ઓડિશાની બોમકાઇ સાડી પહેરેલી જે ગંજમ જિલ્લાનું હેન્ડલૂમ વર્ક હતું. 2023માં ટેમ્પલ બોર્ડર વાળી લાલ ઇલ્કલ સાડી પહેરીલી જે કર્ણાટકની હતી. તે વખતે કર્ણાટકમાં ચૂંટણી આવતી હતી. 2024માં વચગાળાના બજેટમાં બંગાળના કાંથા સિલ્કમાંથી બનેલી વાદળ રંગની ટસર સાડી પહેરી હતી. 2024માં ફુલ બજેટ રજૂ કર્યું તેમાં આંધ્રપ્રદેશની સાડી પહેરેલી. 2025માં મધુબની પેઇન્ટીંગ વાળી સાડી પહેરી જે બિહારની છે. બિહારમાં આ ડિસેમ્બર મહિનામાં ચૂંટણી છે.

error: Content is protected !!