.jpg?w=1110&ssl=1)
સુપ્રીમ કોર્ટે ગુજરાતના સોમનાથમાં ઉર્સ કરવાની મુસ્લિમ સમાજની અરજીને નામંજૂર કરી દીધી છે અને મંજુરી આપવાનો ઇન્કાર કરી દીધો છે.સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અરજીમાં સોમનાથમાં ધ્વસ્ત કરાયેલી દરગાહ પર એકથી 3 ફેબ્રુઆરી દરમિયાન ઉર્સનું આયોજન કરવાની અરજી કરવામાં આવી હતી.
મુસ્લિમ પક્ષે દાવો કર્યો હતો કે, 1299થી આ દરગાહ હતી અને એ સંરક્ષિત સ્મારક હતું, પરંતુ તેને ગુજરાત સરકારે તોડી પાડ્યું છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા ક્હયું હતું કે, રેકોર્ડમાં 1960સુધીનો જ ઉલ્લેખ છે જેમાં કેટલીક શરતો સાથે ઉર્સને મંજૂરી અપાતી હતી.
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી સોમનાથ, દ્વારકા જેવા ધાર્મિક સ્થળોની આસપાસ સરકારી જમીનો પર બનેલી મસ્જિદો, ઘરો કે દરગાહ તોડી પડાયા હતા.
