ગુજરાતના જાણીતા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અને સ્ટાઇલીશ હીરોની ઇમેજ ધરાવતા IPS અધિકારી અભય ચુડાસમાએ તેમની નિવૃતિના 7 મહિના પહેલાં જ રાજીનામુ આપી દેતા અનેક તર્ક- વિતર્ક શરૂ થયા છે. એવી ચર્ચા છે કે IPS ચુડાસમાં નવી રાજકીય ઇનિંગ શરૂ કરી શકે છે અને ભાજપમાં જોડાવવાની ચર્ચા શરૂ થઇ છે.
1998ની બેચના IPS અભય ચુડાસમા નાની ઉંમરે પોલીસમાં આવ્યા હતા. તેમનું પહેલું પોસ્ટિંગ DY.SP. તરીકે અંકલેશ્વરમાં થયું હતું. તેઓ અમદાવાદના સીરિયલ બ્લાસ્ટ સહિતના મહત્ત્વના કેસો ઉકેલવમાં સામેલ હતા. સરકારે હજુ સુધી તેમનું રાજીનામું સ્વીકાર્યું નથી.
6 મહિના પહેલા તેમણે પોતાના સમાજના એક કાર્યક્રમમાં રાજકીય નિવેદન આપ્યું હતું ત્યારથી રાજકારણમાં જોડાવવાની ચર્ચા શરૂ થઇ હતી. ચુડાસમાએ કહેલું કે આપાણા સમાજના ઓછામાં ઓછા 4 ધારાસભ્યો હોવા જોઇએ, પરંત માંડ 2 હોય છે, કારણકે આપણાં એકતા નથી.
