fbpx

કેજરીવાલે ઉમેદવારોની મીટિંગ બોલાવી આટલી સીટો પર AAPની જીત પાક્કી હોવાનું કહ્યું

Spread the love

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આજે પાર્ટીના તમામ 70 ઉમેદવારોની બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા ખુદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી હતી. પાર્ટીના વરિષ્ઠ સભ્ય ગોપાલ રાયે જણાવ્યું કે, આ બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ.

બેઠક પછી પત્રકારો સાથે વાત કરતા ગોપાલ રાયે જણાવ્યું હતું કે, આજે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં AAP પાર્ટીના તમામ 70 ઉમેદવારોની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં બધા ઉમેદવારોએ પોતાના અહેવાલો આપ્યા છે. આ રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે, પાર્ટી દિલ્હીમાં 50થી વધુ બેઠકો પર નિશ્ચિત જીત મેળવવા જઈ રહી છે. સાતથી આઠ બેઠકો પર ખુબ જ નજીકની સ્પર્ધા જોવા મળી રહી છે. દિલ્હીની જનતાએ ફરી એકવાર આમ આદમી પાર્ટીને સરકાર બનાવવાનો જનાદેશ આપ્યો છે અને અમારી (AAP) પાર્ટી સરકાર બનાવશે.

ગોપાલ રાયે કહ્યું કે, જે રીતે સતત એક્ઝિટ પોલ દ્વારા અણછાજતું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરતી પાર્ટી દ્વારા ઉપરછલ્લી રીતે, એવું વાતાવરણ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે, દિલ્હીમાં BJPની સરકાર બની રહી છે, પરંતુ અંદરથી, તેમની હારની હતાશા સ્પષ્ટપણે દેખાય છે. ઘણા ધારાસભ્યોએ તેમને સતત કેવી રીતે ફોન કરવામાં આવી રહ્યા છે તે અંગેના તથ્યો રજૂ કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, પૈસા લો અને BJPમાં જોડાઓ. અમે તમને મંત્રી બનાવીશું. પરંતુ જે તથ્યો બહાર આવી રહ્યા છે તે દર્શાવે છે કે, BJP એક્ઝિટ પોલ દ્વારા માનસિક દબાણ બનાવીને ઓપરેશન લોટસ ચલાવવાનો પ્રયાસ કરી રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે મતગણતરી પહેલા BJP પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પરિણામો પહેલા દિલ્હીમાં ઓપરેશન લોટસ શરૂ થઈ ગયું છે. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, આમ આદમી પાર્ટીના સાત ધારાસભ્યોને 15 કરોડ રૂપિયાની ઓફર કરતા ફોન આવવા લાગ્યા છે.

error: Content is protected !!