fbpx

કોહલીએ જે છોકરીને એરપોર્ટ પર ગળે લગાવી તે કોણ છે?

Spread the love

ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની વનડે સીરિઝ રમી રહી છે. સીરિઝની બીજી મેચ કટકમાં રમાઈ હતી જેમાં ભારતને જીત મળી હતી. ત્રીજી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ માટે, જ્યારે ટીમ ઈન્ડિયા ભુવનેશ્વર એરપોર્ટ પહોંચી ત્યારે વિરાટ કોહલીએ કંઈક એવું કર્યું જેની કોઈને અપેક્ષા નહોતી.

કોહલીએ એરપોર્ટમાં પ્રવેશતી વખતે ચાહકોની ભીડમાંથી એક છોકરીને ગળે લગાવી. આ જોઈને ત્યાં હાજર બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યાં ઘણી સુરક્ષા હતી તેની પરવા કોહલીએ ન કરી અને જઈને તે છોકરીને જઈને ગળે લગાવી.

બધાના મનમાં એ પ્રશ્ન છે કે આ છોકરી કોણ હતી? અને કોહલીએ તેને કેમ ગળે લગાવી? સોશિયલ મીડિયા પર કોહલીનો આ વીડિયો હાલમાં ટ્રેન્ડ કરી રહ્યો છે અને દરેકના મનમાં એ પ્રશ્ન એ છે કે હતો તે છોકરી કોણ છે? જેને ભુવનેશ્વર એરપોર્ટ પર કડક સુરક્ષા વચ્ચે કોહલીએ ને ગળે લગાવી. કોહલીના સોશિયલ મીડિયા પર ઘણા ફેન પેજ છે, જેમાંથી એકે દાવો કર્યો છે કે આ છોકરી કોહલીની નજીકની રિશ્તેદાર છે. જોકે, અમે આ વાતની સત્તાવાર પુષ્ટિ કરતા નથી.

એક વાત ચોક્કસ છે કે કોહલી આ છોકરીને ખૂબ સારી રીતે જાણે છે અને તેથી જ તે તેની સુરક્ષાની ચિંતા કર્યા વિના તેની પાસે ગયો અને તેને ગળે લગાવી. આ તેમની કોઈ સામાન્ય ચાહક નથી પણ કોઈ ખાસ ચાહક છે.

કોહલી નાગપુરમાં રમાયેલી પહેલી ODI મેચમાં રમ્યો ન હતો. ઘૂંટણમાં સોજો આવવાને કારણે તેને બહાર જવું પડ્યું. કટકમાં બીજી વનડેમાં તે રમ્યો હતો. તેની પાસેથી મોટી ઇનિંગ્સ રમવાની અપેક્ષા હતી, પરંતુ તે સફળ થઈ શક્યો નહીં. હવે બધાની નજર અમદાવાદમાં રમાનારી ત્રીજી વનડે મેચ પર છે. આ મેચમાં આશા છે કે કોહલી પોતાના ફોર્મમાં પાછો ફરશે.

આ મહિને ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની છે. આ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટમાં કોહલીનું બેટ ચાલે તે ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ જરૂરી છે. આ કોહલી માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે જો તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રન નહીં બનાવે તો તેની કારકિર્દી જોખમમાં મુકાઈ શકે છે.

error: Content is protected !!