

ગુજરાતના હવામાન વિભાગે આગામી 7 દિવસ ગરમી કેવી રહેશે તે વિશે આગાહી કરી છે. ગુજરાત હવામાન વિભાગના ડિરેક્ટર એ. કે. દાસે કહ્યું હતું કે, પશ્ચિમ રાજસ્થાનમાં ઇન્ડયુસ્ડ લો પ્રેસર સીસ્ટમ ડેવલપ થઇ છે. જ્યારે આ સીસ્ટમની સાથે મધ્ય મહારાષ્ટ્ર સુધી એક ટ્રોફ લાઇન બની છે. જેની અસરથી ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડીગ્રીનો ઘટાડો થઇ શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર જોવા મળશે નહીં. 7 દિવસ હવામાન સુકુ રહેશે.
હવામાન વિભાગે તાજેતરમાં આગાહી કરી હતી કે હવે ઠંડીનો ચમકારો જોવા નહીં મળશે અને 2 દિવસ ભારે ગરમી પડશે. એ મુજબ છેલ્લાં 2 દિવસથી ગુજરાતમા ભારે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.