

કોમેડી શૉ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ને આ સમયે ખૂબ નિંદાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં આ દિવસોમાં ટપૂ અને સોનૂના સેપરેસનનો ટ્રેક ચાલી રહ્યો છે, જેમાં બંનેના પરિવારજનો અલગ-અલગ જગ્યાએ તેમના લગ્ન કરાવી રહ્યા છે. વર્ષોથી લોકોને ગલીપચી કરનારા આ શૉની વધતી કહાનીએ લોકોને ખૂબ જ નિરાશ કર્યા છે અને હવે તેઓ ગુસ્સામાં છે. લોકો સ્પષ્ટ કહેવા લાગ્યા છે કે, મેકર્સે સારા એવા શૉને ભંગાર કરી દીધો છે.

ટપ્પૂ (નીતિશ ભલૂની) અને સોનૂ (ખુશી માલી)ને લઈને શૉમાં ચાલી રહેલા લેટેસ્ટ ટ્રેકને લઈને શૉના દર્શક હવે શૉના નિર્માતાઓની નિંદા કરી રહ્યા છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની વર્તમાન સ્ટોરીલાઇનમાં, સોનૂની કોઈ બીજા સાથે સગાઈની વાત થઈ રહી છે અને આ સાંભળીને ટપ્પૂ પરેશાન થઈ જાય છે.

જ્યારે તે (સોનૂ) પોતાના મંગેતર સાથે કારમાં બહાર નીકળે છે, ત્યારે ટપ્પૂ તેનો પીછો કરે છે. હવે લોકોને આ ટ્રેકને પસંદ આવી રહ્યો નથી અને તેને સોશિયલ મીડિયા પર સંભળાવી રહ્યા છે.
આ એક યુઝરે ટ્રેકની મજાક ઉડાવતા લખ્યું કે, ‘પોપટલાલના લગ્ન તો ન કરાવી શક્યા, આ બાળકોના લગ્ન કરાવી રહ્યા છે.’

અન્ય એક યુઝરે પોસ્ટ કરી કે, ‘આ સીરિયલ બની હતી સાસુ અને વહુના ટોક્સિસિટીથી બચવા માટે, પરંતુ અહીં પણ એજ ચાલુ થઈ ગયું છે. બીજા એક યુઝરે કહ્યું કે, ‘હવે આજ બધું જોવાનું બાકી હતું.’ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ઘણા સમય અગાઉ બંધ થઈ ચૂક્યો છે, હવે આ લોકો પૈસા બનાવી રહ્યા છે. એક અન્ય યુઝરે વિનંતી કરી કે, યુઝર્સ કોમેડી શૉની જગ્યાએ અનુપમા જોય. તેનાથી સારું છે અનુપમા જોઈ લો, હવે આ શૉમાં જોવા લાયક કંઈ બચ્યું નથી.