

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 માર્ચે સુરત આવી રહ્યા છે તે પહેલા તંત્ર ઉંધા માથે થઇ ગયું છે અને શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે. સુરતમાં મેટ્રોને કારણે આડેધડ ખાડા ખોદેલા છે અને રસ્તા સાંકડા થઇ ગયા છે અને લોકોને ભારે હાલાકી છે, પરંતું હવે જ્યારે PM આવી રહ્યા છે ત્યારે આ પાપ છુપાવવા માટે લીલા કપડા લગાવી દેવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 માર્ચે સુરતના સર્કીટ હાઉસમાં રોકાવવાના છે અને અઠવાલાઇન્સ વિસ્તારમાં જ મેટ્રોનું કામ ચાલે છે. સર્કીટ હાઉસને રંગરોગાન થઇ રહ્યા છે.પ્રધાનમંત્રી જે રસ્તા પરથી પસાર થવાના છે ત્યાંની મુખ્ય દિવાલો પર પેઇન્ટીંગ્સ કરવામાં આવી રહ્યું છે.પ્રધાનમંત્રી લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ જવાના છે.